ETV Bharat / state

Expired Medicine: જામનગર સરકારી ગોડાઉનમાં 8 વર્ષથી સડી રહ્યો છે એક્સપાયરી દવાનો જથ્થો - Expired Medicine

જામનગરના સરકારી ગોડાઉનમાં 8 વર્ષથી એક્સપાયરી દવાનો જથ્થો સડી રહ્યો છે. ગોડાઉનમાં જામનગર, દેવભૂભિ દ્બારકા અને પોરબંદરની 35થી વધુ પ્રકારની સરકારી દવાનો વિશાળ જથ્થો પડ્યો હોવા છતાં તેનો નિકાલ કરવામાં ન આવતા આ મુદ્દો તપાસનો વિષય બન્યો છે.

Expired Medicine
Expired Medicine
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 5:52 PM IST

8 વર્ષથી સડી રહ્યો છે એક્સપાયરી દવાનો જથ્થો

જામનગર: મેન્ટલ હોસ્પિટલ પાછળ સરકારી જીએમએસસી વેરહાઉસ આવેલું છે. જેમાં સરકારી દવાનો જથ્થો રાખવામાં આવે છે. આ વેરહાઉસમાં એક્સપાયરી થયેલી દવાનો વિશાળ જથ્થો 2015થી સડી રહ્યો છે. ગોડાઉનમાં 35થી 40 પ્રકારની જુદી-જુદી દવાનો કે જેમાં કોરોના, ડાયાબીટીસ, બ્લડપ્રેશર જેવા ગંભીર રોગની દવાનો સમાવેશ થાય છે.

દવાના જથ્થાને લઈને ઉઠ્યા સવાલો: સરકારી દવાનો સમયસર વપરાશ ન થતાં એક્સપાયરી થઇ ગઇ કે પછી અન્ય કોઇ કારણોસર દવા બિનઉપયોગી થઇ તે અને દવાનો શા માટે નિકાલ કરવામાં આવતો નથી ખરેખર તપાસનો વિષય બન્યો છે. 8 વર્ષથી કોરોના, ડાયાબિટીસ, બ્લડપ્રેસર સહિતની દવાનો જથ્થો જામનગરના જીએમએસસી ગોડાઉનમાં સરકારી દવાનો એક્સપાયરી અને લેબ ટેસ્ટીંગમાં ફેઇલ થયેલી દવાનો વિશાળ જથ્થો સડી રહ્યો છે.

'દવાના નિકાલ માટે મંજૂરી માંગવામાં આવી છે. ગોડાઉનમાં સરકારી દવાનો જથ્થો કોરોનાકાળ પહેલાનો પડયો છે. તેમાં 35થી 40 જેટલી વિવિધ દવાઓનો સ્ટોક છે. આ દવાઓ એક્સપાયરી થઇ હોય કે લેબ ટેસ્ટીંગમાં ફેઇલ થઇ હોય તે છે. ગોડાઉનમાં પડેલી આ દવાના નિકાલ માટે મંજૂરી માંગવામાં આવી છે.'- અંકુર ઘોલરિયા, ઇન્ચાર્જ અધિકારી, જીએમએસસી વેરહાઉસ, જામનગર

કરોડોની કિંમતની દવાઓ: નવાઇની વાત તો એ છે કે આ દવા સરકારી હોય ભાવ નથી. પરંતુ ગોડાઉનમાં દવાનો મસમોટો જથ્થો પડયો હોય તેની કિંમત કરોડો રૂપિયાની હોવાની શકયતા છે. ત્યારે જે સરકારી દવા લેબ ટેસ્ટીંગમાં ફેઇલ થયેલી છે તો ઉપરથી આવી કેમ અને તેને જામનગરના સરકારી ગોડાઉનમાં કેમ રાખવામાં આવી તે તપાસનો વિષય બન્યો છે.

  1. Ahmedabad News : અમદાવાદમાં એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં તંત્રના દરોડા
  2. Pill for skin disease : દારુના દૂષણને રોકવા માટેની આ રહી અસરકારક દવા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.