ETV Bharat / state

જામનગરના આમરા ગામે વરસાદનો વરતારો કરવા માટે વર્ષો જૂની પરંપરા યથાવત - બાજરીનો રોટલો

વૈજ્ઞાનિક યુગમાં પણ જામનગરના આમરા ગામે આજે પણ વરસાદનો વરતારો કરવા માટે વર્ષો જૂની પરંપરા ઉપયોગ કરવામાં આવે છે. આમરા ગામ જામનગરથી માત્ર 15 km દુર આવેલુ છે. વરસાદ અને આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવવા માટે આ પરંપરા 450 વર્ષથી જાળવી રાખવામાં આવી છે.

જૂની પરંપરા
જૂની પરંપરા
author img

By

Published : Jun 22, 2020, 7:22 PM IST

જામનગરઃ વરસાદની સિઝન શરૂ થતાં જ લોકોને અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. આ વર્ષે કેવો વરસાદ થશે અને ક્યારે વરસાદ થશે? જો કે, જામનગરથી 15 કિલોમીટર દૂર આવેલું આમળા ગામ વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજે પણ ભમરીયા કુવામાં રોટલીઓ પધરાવી વરસાદનો વર્તારો કરે છે.

વરસાદનો વરતારો કરવા માટે વર્ષો જૂની પરંપરા યથાવત

એક બાજુ ખેડૂતો વૈજ્ઞાનિક યુગમાં હવામાન ખાતાની આગાહીથી વરસાદ વિશે માહિતી મેળવતા હોય છે. તો બીજી તરફ જામનગરનું આમરા ગામ છેલ્લા 450 વર્ષથી પોતાની પરંપરા અનુસાર વરસાદનો વરતારો કરે છે. આમરા ગામમાં વેરાઈ માતાના મંદિર પાસે આવેલા ભમમરિયા કૂવામાં રોટલો પધરાવવામાં આવે છે. આ રોટલો કઈ દિશામાં ગયો તેના આધારે વરસાદનું અનુમાન કરવામાં આવે છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આમરા ગામમાં ગ્રામજનો રોટલો કૂવામાં પધરાવે છે અને બાદમાં રોટલાની દિશા પરથી વરસાદની આગાહી ગામના વડીલો દ્વારા કરવામાં આવે છે.

જાણો શુ છે પ્રથા....

અષાઢ માસના પહેલા સોમવારે ગામની કોઈ એક મહિલા બાજરીનો રોટલો બનાવે છે. આ રોટલો ગ્રામનો વ્યક્તિ આ રોટલો કપડામાં વીટીને વેરાઈ માતાના મંદિર પાસે આવેલા ભમ્મરિયા કુવામાં પધરાવવામાં આવે છે. આ દરમિયાન ગામજનો નવા કપડા પહેંરી ઢોલ-નગારા સાથે આ ઉત્સવમાં ભાગ લે છે. કુવામાં પધરાવેલો રોટલો ડૂબતા પહેલાની દિશા પ્રમાણે ગામના વડીલો આવનારૂ વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવે છે. આ પરંપરામાં સમગ્ર ગ્રામજનો ભાગ લે છે.

બાજરીનો રોટલો
બાજરીનો રોટલો

કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે. આ વિધિ પહેલા મંદિરની પૂજા કરી તેને ધજા ચડાવાય છે અને પછી સંપૂર્ણ વિધિ પરિપૂર્ણ કરી નક્કી કરેલી વ્યક્તિ સાથે કૂવામાં રોટલો પધરાવાય છે.

જૂની પરંપરા
રોટલો કપડામાં વીટીને વેરાઈ માતાના મંદિર પાસે આવેલા ભમ્મરિયા કુવામાં પધરાવવામાં આવે છે

વિજ્ઞાન ગમે તેટલું આગળ નીકળી જાય પરંતુ અનેક ગામડાઓમાં ચોક્કસ રૂઢી અને પરંપરા સાથે સ્થાનિક લોકોની અસ્મિતા જોડાયેલી હોય છે અને આ રૂઢિ અને પરંપરા લોકજીવનમાં નવી આશા અને ઉમંગ જગવતાં હોય છે. જો કે, આવી પરંપરા કોઈ માટે નુકસાનકારક ન થયા ત્યાં સુધી લોકો તેને જાળવતા હોય છે.

ગામલોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા....

હાલ કોરોના વૈશ્વિક મારામારી ચાલી રહી છે. કોવિડ ગાઈડલાઈન મુજબ લોકોએ ટોળામાં એકઠું ન થવું પણ આમરાના ગ્રામજનો રૂઢિગત પરંપરામાં ભાન ભૂલ્યા હતા. એક પણ ગ્રામજને માસ્ક પહેર્યું ન હતું. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. શું સ્થાનિક પોલીસ સમગ્ર મામલાથી અજાણ હતી?

જૂની પરંપરા
કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના

ઈટીવી ભારત સાથેની વાતમાં ગામના સરપંચે આ બાબતે લૂલો બચાવ કર્યો હતો. આમળા ગામ ગ્રીન ઝોનમાં આવે છે. અહીં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હોવાના કારણે સ્થાનિકોએ આ બાબતે પોલીસને જાણ કરી હોવાનું જણાવ્યું હતું. જો કે, પોલીસે સમગ્ર ઘટના વિશે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે. પોલીસ આ સમગ્ર વાતથી અજાણ હોવાનું જણાવી રહી છે. જો પોલીસ જ આ સમગ્ર મામલે અજાણ છે, તો કલેક્ટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગામલોકો વિરૂદ્ધ કાર્યવાહી કોણ કરશે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.