જામનગર: જિલ્લામાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કાલાવડ અને લાલપુર પંથકમાં જૂની ફોલ્ટ લાઈન સક્રિય થઇ હોવાની આશંકાને કારણે ભૂકંપના આંચકા આવી રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સોમવારે કાલાવડ તાલુકાના બાંગા, બેરાજા સરાપાદર સહિતનાં ગામડાઓમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી 28 કિલોમીટર દૂર નોંધાયું છે.
ગઈકાલે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. એક બાજુ વરસાદ, બીજી બાજુ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ઉપરાંત કોરોનાની મહામારીથી પણ લાકાેમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.