ETV Bharat / state

જામનગરમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત, 24 કલાકમાં ત્રણના મોત - Gujarat

જામનગર: જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત છે. સ્વાઈન ફ્લૂનો કાળમુખો પંજો જામનગરની જી.જી હોસ્પિટલ ઉપર ફરી વળ્યો છે.ત્યારે કલ્યાણપુર યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો પોરબંદરના એક વૃદ્ધ તથા એક મહિલાનું પણ સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યું હતું.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 30, 2019, 5:51 AM IST

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ત્રણ દર્દીઓના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને સ્વાઈન ફ્લૂ પણ વધુ વકર્તો જોવા મળી રહ્યો છે.2019માં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કારણે ૨૫ જેટલા લોકોના મોત નિપજ્યા છે. હાલાર પંથકમાં સ્વાઈન ફ્લૂએ ભરડો લીધો છે, જો કે આરોગ્ય વિભાગ આ મામલે સંપૂર્ણ નિષ્ફળ નિવડયું છે. અને દિવસેને દિવસે સ્વાઇન ફ્લૂના કારણે જામનગરની જી.જી.હોસ્પિટલમાં વોર્ડમાં દર્દીઓની સંખ્યાઓમાં પણ સતત વધરો થઇ રહ્યો છે.

હાલ જામનગરની જી.જી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ચાર દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે, ત્યારે ઉનાળામાં પણ સ્વાઇન ફ્લૂએ માજા મુકતા હાલાર પંથકમાં ભારે ફફડાટ મચી છે.

Intro:Body:

જામનગરમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત, 24 કલાકમાં ત્રણના મોત

જામનગર: જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત છે. સ્વાઈન ફ્લૂનો કાળમુખો પંજો જામનગરની જી.જી હોસ્પિટલ ઉપર ફરી વળ્યો છે.ત્યારે કલ્યાણપુર યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો પોરબંદરના એક  વૃદ્ધ તથા એક મહિલાનું પણ સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યું હતું.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ત્રણ દર્દીઓના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને સ્વાઈન ફ્લૂ પણ વધુ વકર્તો જોવા મળી રહ્યો છે.2019માં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કારણે ૨૫ જેટલા લોકોના મોત નિપજ્યા છે. હાલાર પંથકમાં સ્વાઈન ફ્લૂએ ભરડો લીધો છે, જો કે આરોગ્ય વિભાગ આ મામલે સંપૂર્ણ નિષ્ફળ નિવડયું છે. અને દિવસેને દિવસે સ્વાઇન ફ્લૂના કારણે જામનગરની જી.જી.હોસ્પિટલમાં  વોર્ડમાં દર્દીઓની સંખ્યાઓમાં પણ સતત વધરો થઇ રહ્યો છે.

હાલ જામનગરની જી.જી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ચાર દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે, ત્યારે ઉનાળામાં પણ સ્વાઇન ફ્લૂએ માજા મુકતા હાલાર પંથકમાં ભારે ફફડાટ મચી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.