આ ભરતીમેળામાં જુદા જુદા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ રોજગાર વાંચ્છુ ઉમેદવારો પોતાના પગભર થઇ શકે અને પોતાનો ધંધો-રોજગાર સ્થાપિત કરી શકે તેવા માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરેલ છે. આ જિલ્લા કક્ષાના ભરતીમેળા-સ્વરોજગાર શિબિરમાં ધોરણ 10-12 કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમર મર્યાદા 18 થી 35 રહેશે. નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરશે.
આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઈન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ જોબફેર-સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી જામનગર ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય અથવા જેમને લેટર ન મળેલ હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. રજીસ્ટ્રેશન સવારે 10:00 કલાકે સ્થળ પર જ કરવામાં આવશે.