જામનગરઃ દેશભરમાં હાથરસ દુષ્કર્મ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે લોકશાહી બચાવો મંચ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. સાથે સાથે લોકશાહી બચાવો મંચ દ્વારા માગ કરવામાં આવી છે કે, યુવતીનો મૃતદેહ શામાટે રાતોરાત સળગાવી નાખવામાં આવ્યો, તેમના પરિવારજનોને મૃતદેહ આપવામાં ન આવતા લોકશાહી બચાવો મંચના સભ્યોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
તો જામનગર શહેરમાં પણ દુષ્કર્મની ઘટના બનતા ફિટકાર વરસી રહ્યો છે. જામનગર અને જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં પણ દુષ્કર્મની ઘટના બનતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
