અત્યાર સુધીમાં જી જી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કારણે કુલ 12 મોત થયા નીપજ્યા હતા. ચાલુ સીઝનના ડેન્ગ્યુથી કુલ મોતનો આંક 15 પહોંચ્યો છે.0 ગઈકાલે ડેન્ગ્યુ 103 પોઝિટિવ કેસ નોંધાયા હતા.તો હાલ 218 ડેન્ગ્યુના દર્દીઓ સારવાર હેઠળ છે.
જામનગર પથકમાં ડેંગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે. એક બાજુ વહીવટીતંત્ર એવા દાવા કરી રહ્યું છે કે, ડેન્ગ્યુ કાબુમાં લેવા માટે તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ દિવસે દિવસે દર્દીના મોતની સંખ્યા સતત વધતી જતી જોવા મળી રહી છે.
જો કે હોસ્પિટલમાં રાજ્ય સરકારે રૂપિયા 50 લાખ ફળવ્યા છે છતાં પણ ડેન્ગ્યુ નાથવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ગઈ કાલે જ રેકોર્ડ બ્રેક 103 ડેન્ગ્યુના દર્દીઓ નોંધાતા ફરી તંત્ર હરકતમાં આવ્યું છે.