છેલ્લા 15 દિવસમાં વાવાઝોડાના એલર્ટના કારણે માછીમારો દરિયો ખેડી શક્યા નથી. જામનગરમાં બેડી બંદર પોર્ટ ખાતે હાલ 700 જેટલી બોટને લગાવવામાં આવી છે, ત્યારે જામનગરના માછીમારોની માગ છે કે જે પ્રકારે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને વળતર આપવામાં આવે છે, તે રીતે વાવાઝોડાના કારણે માછીમારોને થયેલી આર્થિક ખોટ માટે તેમને સહાય આપવામાં આવે.
રાજ્ય સરકાર દ્વારા જામનગરના માછીમારોને ન તો ઈંધણ આપવામાં આવે છે કે ન કોઈ સરકારી યોજનાના લાભ, જેથી માછીમારોમાં નારાજગી જોવા મળી રહી છે.