જામનગરઃ "સાપ" આપણો શત્રુ નથી, મિત્ર છે ! કુદરતનું એક નિરાલું સર્જન છે. એ વાતને ચરિતાર્થ કરવા “નવાનગર નેચર ક્લબ ” દ્વારા ગુજરાતમાં જોવા મળતા ચાર ઝેરી સાપોની માહિતી દર્શાવતું એક પોસ્ટર રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ના વરદ હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
આ પોસ્ટર દ્વારા લોકોમાં સાપ અંગે બંધાયેલો રૂઢિગત ખોટી માન્યતાઓ દૂર થશે અને ખરેખર, "સાપ" આપણા માટે કેટલું ઉપકારક અને ઉપયોગી જંતુ છે, એ વાત પ્રતિપાદિત થશે. લોકજાગૃતિ અને સાપ અંગેની ખરી હકીકત સમાજનાં ખૂણે-ખૂણે પહોંચાડવાની અમારી નેમ છે. આ પોસ્ટર શહેર અને ગ્રામ્ય વિસ્તારોની પંચાયતો, સ્કૂલો અને દવાખાનાઓમાં લગાડવામાં આવશે.
આ પ્રસંગે દિલીપસિંહ જેઠવા સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા, દિનેશભાઇ રબારી, વનરાજસિંહ ચૌહાણ, મિતેશભાઈ બુદ્ધભટ્ટી, ધર્મેશ અજા, પ્રવિણસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.