ETV Bharat / state

Gujarat Cyclone Impact : વાવાઝોડું લેન્ડફોલ બાદ હાલાર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ક્યાં કેટલો વરસાદ જૂઓ

વાવાઝોડું લેન્ડ ફોલ થયા બાદ જામનગર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. હાલાર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 1થી 6 ઈંચ વરસાદ વરસતા ખુશીનો માહોલ છે. પરંતુ વાવાઝોડાના અસરના કારણે હજારો થાંભલાઓ અને વૃક્ષો ધરાશાયી પણ થયા છે.

Gujarat Cyclone Impact : વાવાઝોડું લેન્ડફોલ બાદ હાલાર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ક્યાં કેટલો વરસાદ જૂઓ
Gujarat Cyclone Impact : વાવાઝોડું લેન્ડફોલ બાદ હાલાર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ક્યાં કેટલો વરસાદ જૂઓ
author img

By

Published : Jun 17, 2023, 4:32 PM IST

વાવાઝોડું લેન્ડફોલ બાદ હાલાર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

જામનગર : બિપરજોય ચક્રવાતની જામનગર અને દ્વારકા જિલ્લામાં વ્યાપક અસર થઈ હતી. જેના કારણે હાલારમાં 100 કિમીની ઝડપે ફુંકાયેલા પવનની સાથે વરસેલા વરસાદથી અસંખ્ય વૃક્ષો અને PGVCLના થાંભલાઓ પડી ગયા હતાં. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં 1 ઈંચથી 6 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો છે. તો બીજી તરફ આ વરસાદને કારણે જામનગરના લાખોટા તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે.

લેન્ડ ફોલ બાદ હાથ પર મેઘરાજા : દરિયાઈ કાંઠે લેન્ડફોલ થયેલા બિપરજોય ચક્રવાતની અસર હાલારમાં જોવા મળી હતી. હાલારના આશરે 24 હજારથી વધુ થાંભલાઓ પડી ગયા છે અને અસંખ્ય વૃક્ષોને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા છે. ચક્રવાતને કારણે હાલારના મોટાભાગના વિસ્તારોમાં 30 કલાકથી અંધારપટ્ટ છવાયેલો છે. ચક્રવાતની સાથે સાથે હાલારમાં એક ઈંચથી લઈને 6 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

ક્યાં કેટલો વરસાદ : જામનગર જિલ્લામાં વરસેલા વરસાદના આંકડામાં જામનગર શહેરમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારના 6 વાગ્યા સુધીઓમાં જામનગરમાં 159 મિમી(6 ઈંચ), તાલુકાના વસઈમાં 47 મિમી, લાખાબાવળમાં 62 મિમી, મોટી બાણુગારમાં 54 મિમી, ફલ્લામાં 30 મિમી, જામવણથલીમાં 38 મિમી, મોટી ભલસાણમાં 32 મિમી, અલિયાબાડામાં 50 મિમી, દરેડમાં 70 મિમી, જોડિયામાં 3.5 ઈંચ, તાલુકાના હડિયાણામાં 80 મિમી, બાલંભામાં 80 મિમી, પીઠડમાં 65 મિમી, ધ્રોલ ગામમાં 73 મિમી તેમજ ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં લતીપુરમાં 62 મિમી, જાલિયાદેવાણીમાં 51 મિમી, લૈયારામાં 12 મિમી વરસાદ પડયો હતો. કાલાવડમાં 98 મિમી તેમજ તાલુકાના નિકાવામાં 60 મિમી, ખરેડીમાં 60 મિમી, મોટાવડાળામાં 65 મિમી, ભલસાણ બેરાજામાં 75 મિમી, નવાગામમાં 55 મિમી અને મોટા પાંચદેવડામાં 65 મિમીવરસાદ વરસ્યો હતો.

અન્ય ક્યા ક્યા વરસાદ : જ્યારે લાલપુરમાં 2 ઈંચ, પીપરટોડામાં 18 મિમી, પડાણામાં 45 મિમી, ભણગોરમાં 37 મિમી, મોટા ખડબામાં 20, મોડપરમાં 55 મિમી, હરીપરમાં 40 મિમી વરસાદ નોંધાયો છે. તેમજ જામજોધપુરમાં 23 મિમી, જામજોધપુર તાલુકાના સમાણામાં 13 મિમી, શેઠવડાળામાં 15 મિમી, જામવાડીમાં 07 મિમી, વાંસજાળિયામાં 60 મિમી, ધુનડામાં 28 મિમી, ધ્રાફામાં 60 મિમી અને પરડવામાં 06 મિમી વરસાદ વરસ્યો હતો.

જામનગર શહેરમાં સૌથી વધુ વરસાદ ? : જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામનગર શહેરમાં 6 ઈંચ જેટલો નોંધાયો છે. આ વરસાદ અને ભારે પવનને કારણે શહેરના સેતાવાડ વિસ્તારમાં આવેલા એક મકાનનો ભાગ ધરાશાયી થયો હતો. તો બીજી બાજુમાં રહેતા પરિવારના મકાનની સીડી પર પડતા પરિવારના બે પુરુષો અને ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકો ફસાઈ જતા જામનગર તંત્રએ ગણતરીની મિનિટોમાં જ સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ વોર્ડ નં12માં આવેલી ફાત્માબાઇ મસ્જિદ પાસેના એક મકાનનો રવેશનો ભાગ ધરાશાયી થયો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

  1. Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડા સામે જીત્યું ગુજરાત, ઝીરો કેઝ્યુલિટીનો દાવો સાચો પડ્યો
  2. Gujarat Cyclone Impact: અત્યાર સુધીમાં 420 થી વધુ વીજપોલને નુકસાની, અનેક વૃક્ષો જમીનદોસ્ત
  3. Cyclone Biparjoy Landfall Impact: દ્વારકામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા PGVCLની 120 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.