ETV Bharat / state

Jamnagar News: જામનગરમાં જીરુંના ભાવમાં તેજી, ખેડૂતો ખુશખશાલ - Jamnagar Farmers happy to see crop prices

હાપા યાર્ડમાં જીરુંનો જલવો જોવા મળી રહ્યો છે. ખેડૂતોના પાકમાં બહુ ઓછા પાકનો ભાવ મળતો હોય છે. જે બાદ આ વખતે જામનગરમાં જીરુંના ભાવમાં વધારો જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

હાપા યાર્ડમાં જીરુંનો જલવો.... સેન્સેક્સની જેમ ભાવ વધ્યો

author img

By

Published : Jun 27, 2023, 2:11 PM IST

હાપા યાર્ડમાં જીરુંનો જલવો.... સેન્સેક્સની જેમ ભાવ વધ્યો

જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે ભાવમાં તો તેમ વધારો થતો જોવા મળી રહ્યો છે. આજરોજ એક ખેડૂતને રૂપિયા 11,800 રૂપિયા મણનો ભાવ જીરુનો મળ્યો છે. બે દિવસ પહેલા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના એક ખેડૂતને 10225 જીરૂના મણનો ભાવ મળ્યો હતો.

"આપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે જીરું ના પાકની મબલક આવક થઈ રહી છે અને ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી રહ્યો છે જેના કારણે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે"--હિતેશભાઈ પટેલે (આપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી)

સતત ઉછળતો: જેવી રીતે શેર બજારમાં સેન્સેક્સ સતત ઉછળતો હોય અને બજારમાં બોલબાલા હોય તેવી રીતે જામનગર પંથકમાં જીરુંની હાલ બોલબાલા છે. જીરૂનો જમાનો આવ્યો છેજોકે જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં પણ 10,000 થી ઉપરનો ભાવ જીરુંનો ખેડૂતને મળ્યો છે. આમ જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડ અને હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જીરુંનો ઊંચો ભાવ મેળવી રહ્યા છે. જામનગર પંથકમાં જીરુંનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. ખેડૂતોએ માવજત કરી સારું બિયારણ વાપરી અને આ જીરુંનો પાક પકવ્યો છે. જેના કારણે જીરું નો ઊંચો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે.

જીરૂના પાકને પાણી: યાર્ડમાં આવેલા ખેડૂતોએ વાતચીત કરતા કહ્યું હતું કે, તેમણે સારું બિયારણ સારા ખાતર અને સમયસર જીરૂના પાકને પાણી આપ્યું હતું. જેના કારણે જીરૂનો ઉત્તમ પાક ઉત્પાદિત થયો હતો. તેનું વેચાણ કરવા માટે તેઓ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. અહીં તેમણે ઉચ્ચો ભાવ મળ્યો છે. જે અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક છે.

  1. Jamnagar Rain : જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ
  2. Jamnagar News : જામનગરની ઘટનામાં કોનો વાંક? ત્રણ જિંદગી હોમાઈ, સ્મશાન યાત્રા ભારે ગમગીની
  3. Jamnagar Crime : 20 લાખની લૂંટ પોતે જ કરીને ફરિયાદ નોંધાવી, પોલીસ લાગી ગઇ ધંધે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.