જામનગર : શહેરમાં બુધવારે 18 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઝૂલેલાલ ચોકથી જૂના રેલવે સ્ટેશન સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, પોઝિટીવ રિપોર્ટ આવેલા યુવકના પિતા હોટલમાં નોકરી કરતા હતા. જેને કારણે મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી કોરોના ગ્રસ્ત યુવક બહાર ગયો નથી. જેના કારણે સ્થાનિક સંક્રમણ શરૂ થયું હોવાની પણ આશંકા છે.
આ 18 વર્ષીય નેપાળી યુવક પોતાના પરિવાર સાથે અહીં રહેતો હતો. બીજી તરફ યુવકના પરિવારજનોના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. તો યુવકના પિતા જે હોટલમાં નોકરી કરતા હતા, તે વિસ્તારને પણ સીલ કરવામાં આવ્યો છે.