જામનગરઃ મંગળવારે એક જ દિવસમાં જામનગર જિલ્લામાં છ જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અત્યાર સુધી કોરોનાના પોઝિટિવ કેસ જામનગર શહેરમાં નોંધાયા હતા, હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મંગળવારે 6 પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં તેમાંથી ચાર પોઝિટિવ કેસ ગ્રામ્ય વિસ્તારના હતા.
જામનગરમાં કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત - gujrat in corona
જામનગર જિલ્લામાં મંગળવારે એક જ દિવસમાં 6 કોરોનાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલ જામનગરની હોસ્પિટલમાં 29 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે મંગળવારે પાંચ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
જામનગરમાં કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત