જામનગર: કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે શહેરમાં લોકલ સંક્રમણ શરૂ થઇ ગયું છે. રોજ નવા નવા કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 60 જેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. તેમજ સજુબ્બા સ્કૂલની બાજુમાં આવેલા SBI બ્રાન્ચના 7 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા એસબીઆઈ બ્રાન્ચને બંધ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. છતાં પણ લોકલ ભીડના કારણે રોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, જામનગરની એસબીઆઈ બ્રાન્ચને બંધ કરવામાં આવી છે, તો અન્ય બેંકો ખુલ્લી હોવાથી ત્યાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડના કારણે કોરોનાનું લોકલ સંક્રમણ થાય તેવી શક્યતા છે.