જામનગર: હાલ કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે અનેક લોકોના કામ ધંધા બંધ છે. તેમજ ગરીબ માણસોને રાશન મળી રહે તેથી વિક્રમ માડમે જામનગર જિલ્લા કલેક્ટર એસ રવિશંકરને રાશનની 500 કીટ આપી છે.
હાલારમાં અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. તેમજ રાજકીય આગેવાનો પણ આ મદદમાં જોડાયા છે. જેમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખાફી અને કોંગ્રેસ આગેવાન દિગુભા જાડેજા કોર્પોરેટરો દેવશી આહીર, સાજીદ બ્લોચ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.