ETV Bharat / state

કાલાવડ પંથકના ખેડૂતોની હાલત કફોડી, પાક નુકસાનીના સર્વેની રાહ જોતો જગતનો તાત - The condition of the farmers of Kalawad in Jamnagar

જામનગર જિલ્લાના કાલાવડ વિસ્તારમાં જગતનો તાત પાક નુકસાનીના સર્વે માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે કાગળો પરની જાહેરાતો જમીન પર ઉતરે તેની અમે રાહ તેઓ જોઈ રહ્યા છીએ.

etv bharat
કાલાવડ પંથકમાં જ ખેડૂતોની હાલત કફોડી; પાક નુકસાનીના સર્વેની રાહ જોતો જગતતાત
author img

By

Published : Sep 19, 2020, 9:01 PM IST

જામનગર: જામનગર જિલ્લાના કાલાવડ વિસ્તારમાં જગતનો તાત પાક નુકસાનીના સર્વે માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે કાગળો પરની જાહેરાતો જમીન પર ઉતરે તેની અમે રાહ તેઓ જોઈ રહ્યા છીએ. અતિશય ભારે વરસાદને કારણે તાલુકાના અનેક ગામડાઓમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી સર્વેની કામગીરી હાથ ધરાઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડ તાલુકાના ટોડા, ભગત ખીજડીયા, સણોસરા, જાલણસર, મકરાણી, જશાપર, જામવાળી ગામના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે મગફળી, કપાસ, ડુંગળી અને એરંડા જેવા પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ ભારે વરસાદને કારણે સતત પાણી ભરાવાના કારણે પાકમાં નુકશાની થઈ છે.

જગતના તાતની ચાર ચાર મહિનાની મહેનત પાણીમાં પલળી ધોવાઈ છે. વધુ વરસાદ પડેલા વિસ્તારમાં ખેતરોનો સર્વે કરી નુકસાની અંગે તાત્કાલીક સહાય કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.