ETV Bharat / state

Talati Exam 2023: જામજોધપુરમાં તલાટીની પરીક્ષા દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી - પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી

જામજોધપુરમાં તલાટીની પરીક્ષા દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી સામે આવી છે. પરીક્ષામાં બેસનાર બે વર્ષના બાળકની માતા પરીક્ષા આપવા બેસી અને પોલીસકર્મીઓએ તેના બાળકે સાચવ્યું હતું. મહિલા પરીક્ષાર્થી દ્વારા પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

comparative-performance-of-police-personnel-on-duty-during-talati-examination-in-jamjodhpur

author img

By

Published : May 7, 2023, 4:19 PM IST

જામનગર: દેખાવમાં સખત એવી પોલીસ સમય અને સંજોગો અનુસાર પોતાની માનવતા છલકાવતી જોવા મળે છે. જામજોધપુરના વિસ્તારની એ.વી. ડી.એસ કોલેજમાં યોજાયેલી તલાટીની પરીક્ષામાં એક માતા બે વર્ષના બાળક સાથે પરીક્ષા આપવા આવી હતી. પોલીસ વિભાગના કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ વસરા અને મહિલા કોન્સ્ટેબલે પોતાની ફરજની સાથે સાથે એક અનોખી જવાબદારી ઉપાડીને બાળકને સાચવ્યો હતો.

પોલીસકર્મીઓએ સાચવ્યું બાળક: સમગ્ર મામલે પરીક્ષા આપવા માટે આવેલી મહિલા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી તલાટી પરીક્ષાની તૈયારી કરતા હતા. બાળકને રાખનાર ઘરે કોઈ હતું નહીં જેના કારણે તેઓ પરીક્ષા સેન્ટર ખાતે આ બાળકને લઈ અને આવ્યા હતા. અહીં પોલીસકર્મીઓએ બાળકને જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાની પાસે રાખ્યું હતું જે ઉમદા કાર્ય કહી શકાય.

પોલીસકર્મીનું ઉમદા કાર્ય: કોસ્ટેબલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે એક મહિલા બે વર્ષનું બાળક લઈ અને પરીક્ષા આપવા આવી હતી. મહિલા મનમાં મૂંઝાતી હતી અને કોઈને કહી શકતી ન હતી. આખરે તેમણે ફરજ પર રહેલા કોન્સ્ટેબલ સાથે વાતચીત કરી અને કહ્યું કે મારું બાળક કોઈ રાખે તેવું છે કોઈ નથી અને મારે તલાટીની પરીક્ષા આપવી છે. અમે લોકોએ આ બાળક રાખવાની હા પાડી અને એક કલાક સુધી બાળકને પરીક્ષા સેન્ટર બહાર રાખી અમારો ધર્મ નભાવ્યો છે.

Talati Exam 2023: પરીક્ષા પૂર્ણ, પેપર લાંબુ હોવાનો ઉમેદવારોનો મત

Talati Exam 2023: 7 મેના રોજ યોજાનાર તલાટીની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો શું-શું કરાઈ વ્યવસ્થા?

સરાહનીય કામગીરી: જેઓ બન્ને પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષાના બંદોબતમાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓ જેમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ વસરા, તેમજ વુમન પોલીસ કોન્સ્ટેબલ નિમુબેન ચિત્રોડા, કે જે બન્નેએ ચાલુ પરીક્ષા દરમિયાન બાળકોની સાર સંભાળ રાખી હતી અને પોતાની ફરજ ઉપરાંત પણ વધારાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.