જામનગરઃ જિલ્લાના લોકોને વિનંતી કરતા કલેક્ટર રવિશંકરે કહ્યું કે, તાજેતરમાં લોકડાઉનમાં થોડી છુટછાટ મળેલ હોવાથી માર્કેટ, રોડ રસ્તા ખૂલી ગયા છે. જ્યાં બહોળી સંખ્યામાં લોકો આવે છે. લોકોએ સાવચેતી રાખવા અને બીનજરૂરી બહાર ન નિકળવા તથા ઘરેથી બહાર નિકળો ત્યારે માસ્ક પહેરવાનું ન ભૂલવું, ઘરેથી બહાર નિકળો ત્યારે થોડાથોડા સમયે હાથ સાબુથી સાફ કરવા સૂચન કર્યું હતું.
કલેક્ટર રવિશંકરે અપીલ કરતાં કહ્યું કે, જેટલા લોકો બહારથી આપણા શેરી, મહોલ્લા, શહેરમાં આવ્યા છે. તે લોકો તેમનો ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ કરે તે અંગેની તકેદારી રાખવા નગરજનોને જણાવતા જે ઘરમાં બાળકો અને વૃધ્ધો રહેતા હોય તે લોકોએ બહારથી આવ્યે હાથ ધોયા વગર તેમના સંપર્કમાં ન આવવા અપીલ કરી હતી.