ETV Bharat / state

મુખ્યપ્રધાન રુપાણી આવતીકાલે જામનગરમાં જાહેર સભા સંબોધશે

જામનગરઃ લોકસભા ચૂંટણીનો મહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે ધીમે ધીમે સ્ટાર પ્રચારકો પણ હવે ચૂંટણીની સભાઓમાં જોવા મળી રહ્યા છે. જામનગરની પ્રતિષ્ઠાભરી બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 9, 2019, 6:09 PM IST

Updated : Apr 9, 2019, 7:25 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે સાંજે જામનગરના રણજીતનગર પટેલ સમાજ પાસે પ્રણામી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. મહત્વની વાત એ છે કે, ગઈકાલથી જ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, સમગ્ર કાર્યક્રમ વિશે સ્થાનિક બીજેપી નેતાઓ પણ અજાણ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમનું બપોર બાદ આયોજન થતાં સમગ્ર ટીમ દોડતી થઇ છે.

શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચાએ મુખ્યપ્રધાનના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આવતીકાલે સાંજે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી જામનગરમાં સભાને સંબોધન કરશે. સાંજે 5.30 કલાકે આ સભા શરૂ થશે. આજે મુખ્યપ્રધાન જામનગર આવી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. લોખંડી બંદોબસ્ત ગોઠવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેર ભાજપના હોદ્દેદારો પાસે ટૂંકો સમય હોવાથી દોડધામ થઇ ગઇ છે.

જામનગર બેઠક પર ભાજપમાંથી સાંસદ પૂનમ માડમે ઝંપલાવ્યું છે, ત્યારે કોંગ્રેસમાંથી મૂળૂ કંડોરીયાએ ઉમેદવારી નોંધાવી છે. આહિર સમાજના 2 અગ્રણીઓ વચ્ચે જંગ જામ્યો છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણી આવતીકાલે પૂનમ માડમ માટે પ્રચાર કરશે.

જામનગરમાં આવતીકાલે સીએમની જાહેર સભા....તંત્ર હરકતમાં

લોકસભા ચુંટણીનો મહા સંગ્રામ બરાબરનો જામ્યો છે.... ત્યારે ધીમે ધીમે સ્ટાર પ્રચારકો પણ હવે ચૂંટણી ની સભાઓ જોવા મળશે...... જામનગરની પ્રતિષ્ઠાભરી બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે...... ત્યારે આવતીકાલે સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગર આવી રહ્યા છે......જામ નગરમાં રણજીતસાગર જાહેર સભા અને સંબોધન કરશે.......

મહત્વનું છે કે ગઈકાલથી જ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી...... જોકે સમગ્ર કાર્યક્રમ વિશે સ્થાનિક બીજેપી નેતાઓ પણ અજાણ હતા...... બાદમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ના કાર્યક્રમનું બપોર બાદ આયોજન થતાં સમગ્ર ટીમ દોડતી થઇ છે......

શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા મુખ્યમંત્રીના કાર્યક્રમ વિશે માહિતી આપી છે અને આવતીકાલે સાંજે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી જામનગરમાં સભાને સંબોધન કરશે...... સાડા પાંચ કલાકે આ સભા શરૂ થશે...... આજે મુખ્યપ્રધાન જામનગર  આવી રહી છે ત્યારે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે....લોખંડી બંદોબસ્ત ગોઠવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે...... શહેર ભાજપ ના હોદ્દેદારો પાસે ટૂંકો સમય હોવાથી દોડધામ મચી ગઇ છે......

જામનગર બેઠક પર બીજેપી માંથી સાંસદ પૂનમ માડમ એ ઝંપલાવ્યું છે....તો કોંગ્રેસમાંથી મુળુભાઇ કંડોરીયા ઉમેદવારી નોંધાવી છે જામનગર બેઠક પર
આહીર સમાજ ના બે અગ્રણીઓ વચ્ચે જંગ જામ્યો છે......ત્યારે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી આવતીકાલે પૂનમબેન માડમ માટે પ્રચાર કરશે
Last Updated : Apr 9, 2019, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.