જામનગર: જિલ્લાના ભૂચર મોરી ખાતે અખિલ (Battle of Bhuchar Mori )ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય (Heroic story organized by Rajput Youth Union )કથામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહભાગી(Chief Minister Bhupendra Patel)થઈ શહીદોને વિરાંજલી આપી. મહાન વીરો - યોદ્ધાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે. દેશ અને સ્વધર્મ માટે પોતાના જીવનની પરવા કર્યા વગર બલિદાનો આપનારા ગુજરાતના વીર સપૂતોની યશગાથા ગાવાની આ ધન્ય ઘડી છે એમ જણાવીને મુખ્યપ્રધાને ઉમેર્યું કે શરણે આવેલાની રક્ષા કરવી તે ક્ષાત્ર ધર્મ છે. ગુજરાત અને તેમાય સૌરાષ્ટ્રનો ઇતિહાસ આવા અનેક પ્રસંગોની સાક્ષી પુરે છે.
શુરાવીરોને યાદ કરી તેમની શૌર્યતાને બિરદાવી આદરાંજલી અર્પણ કરી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અપ્રતિમ શૌર્ય, બલિદાન, સાહસ અને પરાક્રમની ઘટના એટલે જામ સતાજીની આગેવાનીમાં લડાયેલું ભુચર મોરીનું યુદ્ધ.કાઠીયાવાડના કુરુક્ષેત્ર સમાન ભૂચર મોરીના યુદ્ધમાં (Battle of Bhuchar Mori )આશરા ધર્મ નિભાવવાને કાજે અનેક ક્ષત્રીયો અહીં શહીદ થયા હતા. સત્ય, ન્યાય અને ધર્મ માટે લડવાની આપણી ઉજળી પરંપરા રહી છે તેમ જણાવતાં મુખ્યપ્રધાને જામ રાવલ, જામ સત્તાજી,જામ દિગ્વિજયસિંહજી, જામ અબડા અળભંગ, જામ ઉન્નડ વગેરે શુરાવીરોને યાદ કરી તેમની શૌર્યતાને બિરદાવી આદરાંજલી અર્પણ કરી હતી.
વીર યોદ્ધાઓના શૌર્યથી દેશની રક્ષા થાય
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયજીની સ્મૃતિમાં તા.25 થી 31મી ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ભારત માં ના સપૂત એવા વાજપેયીજીના શૌર્યને પણ મુખ્યપ્રધાન એ યાદ કર્યું હતું.વીર યોદ્ધાઓના શૌર્યથી દેશની રક્ષા થાય છે અને એટલે જ દેશમાં સુસાશન, શાંતિ અને વિકાસ સંભવ બને છે. ભારતમાતાના આવા વીર, સાહસી અને પરાક્રમી સપૂતોની કથાઓનું વાંચન, ગાયન અને રસપાન થતું જ રહેવું જોઈએ તેમ મુખ્યપ્રધાન ઉમેર્યું હતું.આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપ પ્રધાન પ્રદીપસિંહ વાઘેલા, ડૉ.જ્યેન્દ્રસિંહ જાડેજા, વગેરેએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું તેમજે મુખ્યપ્રધાને આવકારી શૌર્યકથા સપ્તાહની રૂપ રેખા રજૂ કરી હતી.આ પ્રસંગે મુખ્યપ્રધાને ડો.જયેંદ્રસિંહ જાડેજા લિખિત 'આશરા ધર્મનો અજોડ ઇતિહાસ' પુસ્તકનું વિમોચન કર્યું હતું.તેમજ તેમના આ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
ક્ષત્રિય સમાજ દ્વારા મુખ્યપ્રધાનું સ્વાગત કરવામાંં આવ્યું
કાર્યક્રમના પ્રારંભે ક્ષત્રિય સમાજની દિકરીઓએ ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારી ભારતીય નારીઓની વીરતાની જાંખી કરાવતો તલવાર રાસ રજૂ કર્યો હતો.આ પ્રસંગે રાજ્યપ્રધાન કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, મેયર બીનાબેન કોઠારી, પી.ટી.જાડેજા, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ભાજપ પ્રમુખ વિમલ કગથરા, રમેશભાઈ મુંગરા, જયશ્રીબહેન પરમાર, રાજભા જાડેજા, દીપકસિંહ ઝાલા, પથુભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું.
આ પણ વાંચોઃ Corona Vaccination for Childrens in India: બાળકો 1 જાન્યુઆરીથી CoWin App પર કરાવી શકશે રજિસ્ટ્રેશન
આ પણ વાંચોઃ તબીબી બેદરકારી બદલ નિવારણ કમિશને રૂપિયા 3 લાખ ચૂકવવાનો હુકમ કર્યો