- સરકારે આયુર્વેદના ચિકિત્સકોને સર્જરી માટે આપી મંજૂરી
- આયુર્વેદ ડોકટર પણ કરી શકેશે સર્જરી
- ડોક્ટર કેવી રીતે સર્જરી કરશે અને તેના માપદંડો પણ આપ્યા
જામનગર : શહેરની આયુર્વેદિક યુનિવર્સિટી ભારતની સૌથી જૂની આયુર્વેદિક યુનિવર્સિટી છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં 50 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ પણ હાલ અભ્યાસ કરી રહ્યા છે. આયુર્વેદિક યુનિવર્સિટીમાં PG અને PHD સહિતના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. જેમાં વિદ્યાર્થીઓને સર્જરી પણ શીખવાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પણ આયુર્વેદ ઉકાળો તેમજ આયુર્વેદ દવાઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો પણ આપ્યો છે. ત્યારે ફરી કેન્દ્ર સરકારે આયુર્વેદમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હવે સર્જરી કરી શકશે તે માટેની મંજૂરી આપી દીધી છે. જેમાં આયુર્વેદમાં અભ્યાસ કરતા ડોક્ટર કેવી રીતે સર્જરી કરશે અને તેના માપદંડો પણ આપ્યા છે.
આ પણ વાંચો : આયુર્વેદાચાર્યો કેટલીક શસ્ત્રક્રિયા કરી શકશે તેવા કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને વિવાદ