ETV Bharat / state

ખાનગી કંપનીએ માલિકની જાણ બહાર જમીનમાં લગાવી પાઈપલાઈન, અરજદાર હાઈકોર્ટના શરણે - owner

જામનગર: શહેરમાં આવેલા મોટી ખાવડી નજીક એક સોની પરિવારની જમીનમાં ખાનગી કંપની દ્વારા સહમતિ કે વળતર આપ્યા વિના જ એક પાઈપલાઈનને વર્ષો પહેલા જમીન નીચે લગાવી દેવામાં આવી હતી. પરંતુ વધુ એક પાઈપલાઈન લગાવવાનું શરૂ થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. પરિવારે આ ખાનગી કંપની વિરૂદ્ધ આક્ષેપો કર્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 25, 2019, 5:46 PM IST

શહેરના મોટી ખાવડી નજીક ઉષા સોની અને શારદા સોનીની સંયુક્ત માલિકીની 7 વીઘા જમીન આવેલી છે. જેના પર કુલમુખત્યાર તરીકે અમિતભાઈ અને પંકજભાઈ બંનેનો આક્ષેપ છે કે, તેમની જમીનમાં 2007-08ના સમયગાળા દરમિયાન જમીનના કોઈ માલિકોની સહમતિ વિના જ તેમની જમીનમાંથી ગેસની પાઈપલાઈન ખાનગી કંપનીએ લગાવી હતી. ત્યારબાદ જ્યારે પરિવારે વર્ષ 2016માં આ જમીનને ફેરમાપણી કરાવવાનું નક્કી કર્યું અને સર્વેયર સહિતની ટીમોને બોલાવવામાં આવી ત્યારે જાણ થઈ કે, આ જમીન નીચેથી પાઈપલાઈન લગાવવામાં આવી છે.

પરિવારને તપાસમાં જમીનમાંથી ખાનગી કંપનીની પાઈપલાઈન પસાર થઈ રહી હોવાની જાણ થઈ હતી. કંપનીને આ અંગે જાણ કરતા કંપનીએ અરજદારને આ અંગે તપાસ કરી લઇશું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અરજદારોએ પણ આ અંગે કંપનીને યોગ્ય કાર્યવાહી માટે નોટીસ આપી હતી. તેમજ આ અંગે અનેકવાર વાંધાજનક અરજીઓ પણ આપી હતી.

Jamnagar
સ્પોટ ફોટો

અરજદારોનો આક્ષેપ છે કે, વર્ષો પૂર્વે પોતાની જમીનમાં લગાવેલી લાઈનનું વળતર પણ મળ્યું નથી. તેમજ સહમતિ વિના જ પાઇપલાઈન લગાવી દેવામાં આવી છે. કંપની દ્વારા જમીન સંપાદન માટેની નોટીસ મળતા અરજદારો ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના શરણે પહોંચ્યાછે.

સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલી નોટીસમાં પણ એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, એક લાઈન આ જમીનમાંથી પસાર થઇ રહી છે અને બીજી પાઈપલાઈન લગાવવા માટે તેમજ જમીન સંપાદન કરવા માટે અરજદારને જાણ કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે, તેઓ સહમતિ આપે તે પૂર્વે જ તેમની જમીનમાં ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આમ, સહમતિ કે વળતર વિના જમીનમાં પાઈપ લગાવવાનું પ્રકરણ હાલ તો હાઈકોર્ટમાં પહોચ્યું છે, પણ અરજદારો પોતાની જમીનને નુકશાન ન થાય તે માટે વિવિધ કચેરીઓના ધક્કાખાઈ રહ્યાં છે.

Intro:Body:

ખાનગી કંપનીએ માલિકની જાણ બહાર જમીનમાં લગાવી પાઈપલાઈન, અરજદાર હાઈકોર્ટના શરણે

જામનગર: શહેરમાં આવેલા મોટીખાવડી નજીક એક સોની પરિવારની જમીનમાં ખાનગી કંપની દ્વારા સહમતી કે વળતર આપ્યા વિના જ એક પાઈપલાઈનને વર્ષો પહેલા જમીન નીચે લગાવી દેવામાં આવી હતી. પરંતુ વધુ એક પાઈપલાઈન લગાવવાનું શરૂ થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. તેમજ આ ખાનગી કંપની વિરૂદ્ધ કુલમુખત્યારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

શહેરના મોટીખાવડી નજીક ઉષાબેન સોની અને શારદાબેન સોનીની સંયુક્ત માલિકીની 7 વીઘા જમીન આવેલી છે. જેના પર કુલમુખત્યાર તરીકે અમિતભાઈ અને પંકજભાઈ બંનેનો આક્ષેપ છે કે, તેઓની જમીનમાં 2007-08ના સમયગાળા દરમિયાન માલિકીની જમીનના કોઈ માલિકોની સહમતી વિના જ તેમની જમીનમાંથી ગેસની પાઈપલાઈન ખાનગી કંપનીએ લગાવી હતી. ત્યારબાદ જ્યારે પરિવારે વર્ષ 2016માં આ જમીનને ફેરમાપણી કરાવવાનું નક્કી કર્યું અને સર્વેયર સહિતની ટીમોને બોલાવવામાં આવી ત્યારે જાણ થઈ કે, આ જમીન નીચેથી પાઈપલાઈન લગાવવામાં આવી છે.

ત્યારબાદ પરિવારે તપાસ કરી તો જમીનમાંથી ખાનગી કંપનીની પાઈપલાઈન પસાર થઈ રહી હોવાની જાણ થઈ હતી. કંપનીને આ અંગે જાણ કરતા કંપનીએ અરજદારને આ અંગે તપાસ કરી લેશું તેમ કહ્યું હતું. જે બાદ અરજદારોએ પણ આ અંગે કંપની સહિતનાઓને યોગ્ય કાર્યવાહી માટે નોટીસો આપી હતી. તેમજ આ અંગે અનેકવાર વાંધાજનક અરજીઓ પણ કરી હતી.

આ જમીનમાં વધુ એકવાર લગાવેલી લાઈનને સમાંતર લાઈનની કાર્યવાહી માટે સક્ષમ અધિકારીએ અરજદારને જમીન સંપાદન માટેની નોટીસ પણ આપી છે. અરજદારોનો આક્ષેપ છે કે, વર્ષો પૂર્વે પોતાની જમીનમાં લગાવેલી લાઈનનું વળતર પણ મળ્યું નથી. સાથે જ સહમતી વિના જ લાઈન લગાવી દેવામાં આવી છે. આ પ્રશ્ન હજુ પણ અડીખમ છે, ત્યાં જ આ રીતે કંપની દ્વારા જમીનસંપાદન માટેની નોટીસ મળતા અરજદારો ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના શરણે થયા છે.

સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલી નોટીસમાં પણ એ વાતનો ક્યાંક ને ક્યાંક સ્વીકાર કર્યો છે કે, એક લાઈન આ જમીનમાંથી પસાર થઇ રહી છે, તે પણ સ્પષ્ટ થાય છે અને બીજી પાઈપલાઈન લગાવવા માટે તેમજ જમીન સંપાદન કરવા માટે અરજદારને જાણ કરવામાં આવી છે. ત્યારે અરજદારનો આક્ષેપ છે કે, હજુ તો તે સહમતી આપે તે પૂર્વે જ તેમની જમીનમાં ખોદાણકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આમ જમીન પર સહમતી કે વળતર વિના જમીનમાં પાઈપ લગાવવાનું પ્રકરણ હાલ તો હાઈકોર્ટમાં પહોચ્યું છે, પણ અરજદારો પોતાની જમીનને નુકશાન ના થાય તે માટે વિવિધ કચેરીઓના ધક્કાઓ ખાઈ રહ્યાં છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.