જામનગરઃ આજે વિશ્વભરમાં કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડવા માટે વિવિધ મેડિસીન્સ વામણી પુરવાર થઇ રહી છે. ત્યારે વિશ્વની એક માત્ર આયુર્વેદિક યુનિવર્સિટીમાં વર્ષોથી કેન્સર જેવી જીવલેણ બીમારીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, મેડિકલની દવાઓનું પ્રમાણ વધી રહ્યું છે. બીજી બાજુ આયુર્વેદ પણ એટલું જ કારગર સાબિત થઈ રહ્યું છે.
જામનગરની આયુર્વેદિક યુનિવર્સીટીમાં મોટી સંખ્યામાં કેન્સરના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યાં છે. અમદાવાદ રાજકોટ સહિતની હોસ્પિટલના ધક્કા ખાય થાકેલા હારેલા આ દર્દીઓ આખરે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીના શરણે આવે છે.
કેન્સર જીવલેણ બીમારી છે. છેલ્લા સ્ટેજમાં રહેલા દર્દીઓ આયુર્વેદિક યુનિવર્સીટીમાં સારવાર અર્થે આવતા હોય છે અને આ દર્દીઓ સાજા થઇ ઘરે જતા જોવા મળી રહ્યાં છે. આયુર્વેદિક યુનિવર્સિટીમાં તજજ્ઞ ડોકટરો દ્વારા કેન્સરના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
ભારતમાં તમાકુ અને પાન ખાવાથી યુવકોમાં કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. હાલ આયુર્વેદિક યુનિવર્સિટીમાં હાલારમાંથી કેન્સરના દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે.