ETV Bharat / state

જામનગર જિલ્લામાં BSP અને આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું

ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેના પરિણામ આવી ગયા છે. આ ચૂંટણીમાં જામનગરમાં આપ અને બસપાને પણ બેઠક મળી છે. જે જોતા લાગી રહ્યું છે કે, ગુજરાત રાજકારણમાં આપ અને BSP એમ નવા વિકલ્પો મળી શકે છે.

જામનગર
જામનગર
author img

By

Published : Mar 3, 2021, 4:15 PM IST

  • જામનગર જિલ્લામાં BSP અને આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું
  • તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં BSP અને AAPની એન્ટ્રી
  • ગુજરાતના રાજકારણમાં 3 વિકલ્પનો પ્રવેશ

જામનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે રાજ્યમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને સૌથી વધુ 51.37 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતણતરી મંગળવારે થઇ રહી છે. ત્યારે ભાજપે 40 બેઠક, કોંગ્રેસ 9 અને BSPએ 3 બેઠક પર જીત મેળવી છે.

બહુજન સમાજ પાર્ટી
જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારો જીત્યા

જામનગર કોર્પોરેશનમાં કુલ 16 વૉર્ડ અને 64 બેઠકો

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં કુલ 16 વૉર્ડ અને 64 બેઠકો છે. જેમાંથી 33 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ જામનગરમાં કુલ 4, 89, 451 મતદારો હતા. જે પૈકી 2, 50, 502 પુરુષો, 2,38,937 મહિલા અને 12 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

જામનગરની બેરાજા બેઠકમાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલ્યું

ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેના પરિણામ આવી ગયા છે. ત્યારે સુરત કોર્પોરેશનમાં ખાતું ખોલાવ્યા બાદ હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. જામનગરની બેરાજામાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલ્યું છે. તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.

આમ આદમી પાર્ટી

શું બનશે ત્રીજો વિકલ્પ?

જામનગરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પચાયતમાં એક બેઠક પર બહુજન સમાજ પાર્ટીનો વિજય થયો છે, તો જામજોપુર તાલુકા પંચાયતમાં પણ બે બેઠકો પર BSPનો હાથી દોડ્યો છે. જો કે કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું હતું, જ્યારે જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારો જીત્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.