જામનગરઃ જિલ્લાના જામજોધપુરમાં ભાજપ દ્વારા પૂ.બાપુની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતા. જામજોધપુરમાં ગાંધી જયંતિ નિમિત્તે મુખ્ય ગાંધી ચોકમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પૂર્વ પ્રધાન ચીમન સાપરિયા દ્વારા ફુલ હાર તેમજ સુતરની આંટી અર્પણ કરવામાં આવ્યાં હતા.
![tribute to Gandhiji](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-gandhi-jaynti-jagdishkhetia_02102020172249_0210f_1601639569_756.jpg)
પૂર્વ પ્રધાને યુવાનોને વ્યસનમુક્ત બનવાનો સંદેશો આપ્યો હતો, તેમજ મહાત્મા ગાંધીજીના કાર્યોને યાદ કરી તેમના ચીંધેલા માર્ગ પર ચાલવાનો અનુરોધ કર્યો હતો. આ તકે નગરપાલિકા પ્રમુખ મમતાબેન સિહોરા, ઉપ પ્રમુખ નરેન્દ્ર કડીવાર, માર્કેટીંગ યાર્ડના સદસ્ય જયસુખ વડાલીયા, કોપરેટર તારાબેન વડાલીયા, ભાજપ અગ્રણી વિજય સાપરિયા, ઉમિયાધામ સીદસર મંદિરના સંગઠન પ્રમુખ કૌશિક રાબડીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા, વાસ્મો ડાયરેક્ટર અમુ વૈશ્નાણી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
![tribute to Gandhiji](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-gandhi-jaynti-jagdishkhetia_02102020172249_0210f_1601639569_103.jpg)