જામનગર: દેશભરમાં આયુર્વેદ ફાર્મસી ક્ષેત્રે મેડિસિન પ્લાન તેમજ રિસર્ચ જનરલ બાબતે પ્રથમ એવી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે જામનગરવાસીઓ માટે ખૂબ જ સન્માનજનક બાબત છે.
જામનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ ફાર્મસી આ ત્રણેય સંસ્થાઓને રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયુ છે.
આ ઉપરાંત WHO સાથે કોલ ઓપરેશન સેન્ટર સ્થાપવામાં પણ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી એકમાત્ર સંસ્થા છે ત્યારે ડિરેક્ટર અનુપ ઠાકરે જણાવ્યું હતું કે આ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ સન્માન વડે આયુર્વેદ યુનિવર્સિટી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકશે.