જામનગરઃ મહાનગર પાલિકા સંચાલિત રણજીતસાગર ડેમ પાસે આવેલા ઢોરવાડામાં અસામાજિક તત્વોએ ઢોરવાડાના તમામ દરવાજા ખોલી નાખતા ઢોરવાડામાં રહેલા 380 જેટલા ગાય અને ખૂંટીયા નાસી છૂટ્યા હતા. મહાનગર પાલિકાએ તમામ અજાણ્યા શખ્સો સામે પંચ B-ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઇકો કારમાં 6 અજાણ્યા શખ્સોએ ઢોરવાડામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં ભીખાભાઇને ધમકી આપી અને મૂઢ માર માર્યો હતો, ત્યારબાદ આ શાખ્સોએ ભીખાભાઇને એવું કહ્યું કે, ઢોરને આઝાદ કરવા આવ્યા છીએ અને ઢોરવાડાના તમામ દરવાજાઓ ખોલી નાખ્યા હતા. બાદમાં ઢોરવાડામાં રહેલા 380 જેટલા ખૂંટીયા અને ગાયો નાસી છૂટ્યા હતા.
આમ ઢોરવાડામાં કારસ્તાન કરનારા ઇસમો સામે ફરિયાદ નોંધાવાઇ હતી. પંચ B ડિવિઝન સહિતના PSI કાફલો ઘટના સ્થળે પહોંચી CCTVની મદદથી આરોપીઓને પકડી પાડવાંના ચક્રો ગતિમાન કર્યા હતા.