ETV Bharat / state

જામનગર શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડની ધરપકડ મામલે, 4 પોલીસકર્મી CCTV સસ્પેન્ડ - Jamnagar news

જામનગરમાં શિક્ષણ સમિતિના ચેરમેનની એકાએક પોલીસે ધરપકડ કરતા મામલો બીચકયો હતો. કોઈએ શિક્ષણ સમિતિના ચેરમેન વિરુદ્ધ પોલીસ અરજી કરતા પોલીસ આકાશ બારડના ઘરે પહોંચી હતી અને આરોપીની જેમ ઘરેથી આકાશ બારડને ઉપાડી સીટી A ડિવિઝન ખાતે લાવવામાં આવ્યાં હતા.

aa
શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઇ બારડનો ધરપકડ મામલો, CCTV આવ્યા સામે
author img

By

Published : Feb 21, 2020, 10:34 AM IST

જામનગર: શિક્ષણ સમિતિના ચેરમેનની એકાએક પોલીસે ધરપકડ કરતા મામલો બીચકયો હતો. કોઈએ શિક્ષણ સમિતિના ચેરમેન વિરુદ્ધ પોલીસ અરજી કરતા પોલીસ આકાશ બારડના ઘરે પહોંચી હતી અને આરોપીની જેમ ઘરેથી આકાશ બારડને ઉપાડી સીટી એ ડિવિઝન ખાતે લાવી સરબરા કરતા ખવાસ સમાજના લોકો મોટી સંખ્યામાં સીટી A ડિવિઝન ખાતે એકઠા થયા હતા અને ભારે હંગામો થયો હતો.

શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઇ બારડનો ધરપકડ મામલો, CCTV આવ્યા સામે
જામનગર શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઇ બારડને પોલીસ દ્વારા બળપ્રયોગ કરી પોલીસ સ્ટેશને લઇ જતાં સીટી A ડિવિઝન ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. જામનગર મહાનગર પાલિકાના મેયર, ડે. મેયર સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ ખવાસ જ્ઞાતિના આગેવાનો પણ ઘટનાને પગલે સીટી A ડિવિઝન ખાતે દોડી ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ પણ પોલીસ મથકે દોડી ગયા હતા અને આકાશ બારડ પર બળપ્રયોગ કરનાર ચાર પોલીસમેન એસએસઆઇ અજય ચાવડા, મયુરસિંહ જાડેજા, ચંદ્રકાંત ગાંભવા, ધર્મેન્દ્ર વૈષ્ણવને જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. તથા શિક્ષણ સમિતિ ચેરમેન આકાશભાઇ બારડને જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.