ETV Bharat / state

Sujalam Suflam Yojna 2023 : રાઘવજી પટેલની જામનગર કલેક્ટર સાથે બેઠક, સુજલામ સુફલામ જળઅભિયાન 2023 મહત્ત્વના મુ્દ્દા નક્કી થયા - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહેલ

રાજ્યમાં જળસંચય માટેની સુજલામ સુફલામ યોજના વહેલી શરુ કરી દેવાની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહેલ કરવામાં આવી છે. ત્યારે જિલ્લાવાર વહીવટીતંત્ર દ્વારા આ વિશે વિવિધ તૈયારીઓ અને આયોજનો થવા જઇ રહ્યાં છે. જામનગરમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે આવી એક બેઠકમાં હાજરી આપી હતી.

Sujalam Suflam Yojna 2023 : રાઘવજી પટેલની જામનગર કલેક્ટર સાથે બેઠક, સુજલામ સુફલામ જળઅભિયાન 2023 મહત્ત્વના મુ્દ્દા નક્કી થયા

author img

By

Published : Feb 25, 2023, 9:43 PM IST

વહીવટીતંત્ર દ્વારા આ વિશે વિવિધ તૈયારીઓ અને આયોજનો

જામનગર : જામનગર આવેલા કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ હતી. સુજલામ સુફલામ યોજનાને લઇને આયોજનો અંગેની વિવિધ માહિતી અને માર્ગદર્શન માટે આ બેઠકમાં ચર્ચાવિચારણાઓ કરવામાં આવી હતી. રાઘવજી પટેલની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું તેમાં 75 અમૃત સરોવર બનાવવાની કામગીરીને વેગવંતી બનાવવા તથા ચોમાસા દરમ્‍યાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરી જળસંચયની કામગીરી અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.

સુજલામ સુફલામ જળઅભિયાન 2023 : જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના પ્રધાન રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રધાને કલેકટર ડૉ. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ અને અન્ય વિભાગના પદાધિકારી અને અધિકારીગણની સાથે સુજલામ સુફલામ જળ અભિયાનના વિભાગ વાર બાકી કામ વિશેે સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો Sujalam Suflam Yojna 2023 : સીએમ ભૂપેન્દ્ર પટેલે વહેલી શરુ કરાવી સુજલામ સુફલામ યોજના, મુદત વધારી માટીનો ભાવ પણ વધાર્યો

જરૂરી સૂચનો આપ્યા : કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠકમાં કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે જામનગર જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા અંગે પ્રધાનેએ જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત મનરેગાની કામગીરી, ડીપાર્ટમેન્ટલ કામગીરી, વન વિભાગ, વોટર શેડની કાર્યપધ્ધતિ અંગે માહિતી મેળવીને જામનગર જિલ્લામાં જળસંચયના કામોને અગ્રિમતા આ૫વામાં આવે તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી.

ભૂગર્ભના પાણીના તળ ઊંચા લાવવા ચર્ચા : જામનગર જિલ્લામાં આગામી ચોમાસા દરમ્‍યાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરવાને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ભૂગર્ભ જળ ઘ્‍વારા વઘુમાં વઘુ જળસ્ત્રોત રીચાર્જ થાય અને ભૂગર્ભના પાણીના તળ ઉંચા આવે તે પ્રકારની જળસંચયની કામગીરી માટે પગલાં લેવા માટે કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ પણ વાંચો Dug a Well: મળો ગુજરાતના આત્મનિર્ભર દશરથ માંઝીને, જેને મળવા સરકાર સામેથી આવી

કોણ રહ્યું હાજર : આ બેઠકમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધમરશીભાઈ ચનિયારા, જામનગરના અધિક નિવાસી કલેકટર બી એન ખેર અને જુદા જુદા વિભાગના પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ દ્વારા જામનગર જિલ્લાના બે દિવસનું પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલના વડપણમાં જામનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી અને જામનગર જિલ્લાના વિવિધ વિકાસ કામો અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરી હતી.

દર શનિ રવિ દરમિયાન જામનગર આવે છે : જોકે કૃષિપ્રધાન રાઘવજી પટેલ આમ પણ દર શનિ રવિ દરમિયાન જામનગર આવે છે. તેઓ જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન પણ કરતા હોય છે અને લોકોના પ્રશ્નોને સાંભળતાં હોય છે તેમ જ તેમના ઉકેલ પણ જણાવતાં હોય છે. ત્યારે આજની બેઠકમાં તેમણે કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે સુજલામ સુફલામ યોજના મોદી ગંભીર ચર્ચા વિચારણા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.