- જામનગરમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં ધરખમ ઘટાડો
- મ્યુકરમાઈકોસિસ વોર્ડમાં 100માંથી 10 દર્દીના મોત
- પહેલીવાર મ્યુકરમાઈકોસિસના 13 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગરઃ શહેરમાં કોરોના પછી હવે મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે. સૌરાષ્ટ્ર પંથકમાં પણ કોરોના અને મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સાજા થઈ રહ્યા છે. જોકે, હાલાર પંથકમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે, જેના કારણે વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પણ મ્યુકરમાઇકોસિસના વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી 100થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 10 જેટલા દર્દીઓના મોત પણ નિપજ્યા છે.
આ પણ વાંચો- બનાસકાંઠામાં સઘન સર્વેલન્સ, મ્યુકરમાઈકોસિસના 10 કેસ સામે આવ્યા
પ્રથમ વખત 13 દર્દીને રજા અપાઈ
જોકે, સારા સમાચાર એ છે કે, પ્રથમ વખત મ્યુકરમાઈકોસિસના 13 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં જી.જી. હોસ્પિટલમાંથી અનેક મ્યુકરમાઈકોસિસના દર્દીઓ દાખલ થયા બાદ ડિસ્ચાર્જ થયા છે.
આ પણ વાંચો- રાજકોટ કોરોનાની ત્રીજી લહેર અને મ્યુકરમાઈકોસીસ મહામારી પહોંચી વળવા સજ્જ
જી. જી. હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 130 દર્દી સારવાર હેઠળ
જામનગર કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પણ આપવામાં આવી છે બેસ્ટ સારવાર જેના કારણે રિકવરી રેટ સૌથી વધુ જામનગરમાં છે. ગુરૂ ગોવિદસિંહ હોસ્પિટલમાં અનુભવી અને નિષ્ણાત ડોક્ટર સ્ટાફ તેમ જ નર્સિંગ સ્ટાફ દ્વારા પણ ઉત્તમ સારવાર આપવામાં આવે છે, જેના કારણે જામનગરમાં મ્યુકરમાઈકોસિસના જોખમી રોગને પણ કાબૂમાં લેવામાં જી. જી. હોસ્પિટલના ડોક્ટર સફળ થયા છે. હાલ જી. જી. હોસ્પિટલમાં 130 જેટલા મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.