જામનગરમાં હેડ કોન્સ્ટેબલ અને વચેટીયાને લાંચ લેતા ACBએ ઝડપી લીધા હતા. આ આરોપી દારૂમાં ઝડપાયેલ હતો. તેમજ દારૂમાં ઝડપાયેલા આરોપી પાસેથી નામ ન આવે તે માટે રૂપિયા 7 હજારની લાંચ કોન્સ્ટેબલ ચંદ્ર વિજયસિંહ ઝાલા મારફતે માગવામાં આવી હતી.
અરજદારે એસીબીમાં જાણ કરતા એસીબીમાં 13 નવેમ્બરના રોજ હાજર થયેલા પીઆઇ એ. ડી. પરમાર અને તેની ટીમે છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં હેડ કોન્સ્ટેબલ ચંદ્ર વિજયસિંહ ઝાલા અને તેનો માણસ રંગેહાથે ઝડપાઇ ગયા હતા.