જામનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને( Gujarat Assembly Election 2022)લઈને રાકીય પક્ષો પોતાનો પ્રચાર પ્રસાર પૂર જોશમાં શરૂ કરી દીધો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે( Arvind Kejriwal Gujarat Visit )આવ્યા છે. કેજરીવાલ જામનગરમાં પહોંચ્યા છે અને ઓશવાલ સેન્ટરમાં વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ કર્યો.
ભારત દેશની રાજનીતિ ખુબ જ ખરાબ - કેજરીવાલે જણાવ્યું હતું કે, દેશને આઝાદીના 75 વર્ષ મનાવી (Kejriwal met businessman in Jamnagar) રહ્યા છે. ઘણા દેશ આપણાથી આગળ નીકળી ગયા છે. પરંતુ આપણે કેમ પાછળ રહી ગયા તે કંઈ સમજાતું નથી. ગુજરાતના લોકો ઉદ્યમી પણ છે, છતાં ક્યાંકને ક્યાંક આપણે પાછળ પડી રહ્યા છીએ. આ દેશને લોકો આગળ લઈને જશે, કોઈ નેતા કે પાર્ટી નહીં. ભારત દેશની રાજનીતિ ખુબ જ ખરાબ છે. જેના કારણે આ દશા થઈ છે.
અમને ગુજરાતમાં હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા - દિલ્હીમાં અમે છેલ્લા 5 વર્ષમાં શાળા અને હોસ્પિટલો સારી બનાવી છે. દિલ્હીમાં અમે ગંદી રાજનીતિ ખતમ કરી છે, તેમ અહીં પણ ગંદી રાજનીતિ ખતમ કરવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને પણ વેપારીઓના સંવાદમાં ચા પીવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાતના( Gujarat AAP)મુખ્યપ્રધાન દિલ્હી આવશે તો અમે કોઈ રોક નહીં લગાવીએ, તો પછી અમને શા માટે અમને ગુજરાતમાં હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમને અગાઉ સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં પણ હેરાન કરવામાં આવ્યા હતા. આજે પણ કેજરીવાલની મીટિંગ પહેલા વેપારીઓને ખુબ હેરાન કરવામાં આવ્યા હતા. દરેક પાર્ટીઓને ચૂંટણી પહેલા વેપારીઓ યાદ આવે છે. ગુજરાતના વિકાસમાં વેપારીઓને પાર્ટનર બનાવવા આમ આદમી પાર્ટી આવી છે. જેણા કારણે ગુજરાતમાં વેપારીઓ જે નિર્ણય લેશે તેને આપ અમલમાં મુકશે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેંચાય - અમે દિલ્હીમાં રેડ રાજ બંધ કરાવ્યું છે. પરંતુ ગુજરાતમાં આપ એ વેપારીઓનું દિલ જીત્યું છે. કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીનો કોઈ માણસ એમ કહે કે કેજરીવાલ ખરાબ છે તો તેને વોટ ના આપતા. ક્યારે ભાજપે વેપારીઓ સાથે આપની જેમ બેઠક કરી વેપારીઓને સાંભળ્યા છે? જવાબ હશે ના. કેજરીવાલે લઠ્ઠાકાંડ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ દુખદ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેંચાય છે. હજારો કરોડના દારૂનો વેપાર ગુજરાતમાં ખુલ્લેઆમ થાય છે તો કેવી દારૂબંધ? દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ વેચાય છે પીવાય છે તો મારે પુછવાનું છે કે કોણ ચલાવે છે આ વેપાર? અને કોનો છે? એ બધા જાણે છે.
આ પણ વાંચોઃ વાંસ પ્લાસ્ટિકનો પર્યાય બની રહે તે માટે પણ એક પહેલ, કૃષિ યુનિવર્સિટીની વનીય કોલેજ
આજકાલ રેવડીની ખુબ ચર્ચા ચાલે - કેજરીવાલે કહ્યું કે સીઆર પાટીલ દરેક કાર્યક્રમોમાં જાય છે. પરંતુ પાટિલ અને ગુજરાત સીએમ લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા પરિવાર અને હોસ્પિટલમાં દાખલ લોકોને મળવા કેમ જતા નથી. કેજરીવાલે મફતની રેવડી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આજકાલ રેવડીની ખુબ ચર્ચા ચાલે છે. અમે ઈમાનદાર લોકો છીએ અને ઈમાનદારીથી સરકાર ચલાવીએ છીએ.
વેપારીઓને પાંચ ગેરંટી આપીને જઈશ - અમારી સરકાર બનશે તો ગુજરાતમાં ટ્રિબ્યુનલ બનશે. ગુજરાતમાં વેપારના નવા કાનૂન બનશે તો આખા દેશને દિશા મળશે. આજે હું વેપારીઓને પાંચ ગેરંટી આપીને જઈશ. કેજરીવાલની ગેરંટી કોઈ દિવસ તૂટશે નહીં. જો આપ પોતાની ગેરંટી પુરી ના કરે તો અમને ધક્કા મારીને આવતી વખતે અમને બહાર કાઢજો. અમે ગુજરાતમાંથી ડરનો માહોલ ખતમ કરીશું. વેપારીઓને ઈજ્જત આપીશું. ગુજરાતમાં વિકાસમાં પાર્ટનર બનાવવામાં આવશે. કેજરીવાલે છેલ્લે જણાવ્યું હતું કે આજે ડર અને ભય વગર આવ્યા એ બદલ વેપારીઓનો આભાર.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપિતાની ભૂમિ પર ઉપરાષ્ટ્રપતિ, મણિયારાના તાલ સાથે કરાયું સ્વાગત
કેજરીવાલે આજે વેપારીઓને પાંચ ગેરંટી આપી 1- વેપારીઓને ઈજ્જત આપીશું, 2- ડરનો માહોલ ખતમ કરીશું, 3- રેડ રાજ બંધ કરવામાં આવશે, 4- વેટ એમનેસટી સ્ક્રીમ લાવવામાં આવશે,5- વેપારીઓને પાર્ટનર અને વેપારીઓની એડવાઈઝરી બનાવવામાં આવશે.
આદિવાસીઓ માટેની શું ગેરેન્ટીઓ - નોંધનીય છે કે, જામનગર બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. ત્યાર બાદ રવિવારે એટલે કે, 7 તારીખે છોટા ઉદેપુરના બોડેલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતના આદિવાસીઓને લઈને કેજરીવાલ કોઈ મોટી જાહેરાત કરી શકે છે. જામનગર પહોંચેલા દિલ્હી સીએમએ કહ્યું કે, આવતીકાલે (રવિવાર) આદિવાસીઓના વિસ્તારમાં જશું અને આદિવાસીઓ માટેની શું ગેરેન્ટીઓ તેની આવતીકાલે જાહેરાત કરીશ.