ETV Bharat / state

જામનગર: લોકડાઉનમાં પોલીસ વાહન જોઈને ભાગેલા યુવાનનું ટ્રેનના એન્જીન સાથે અથડાતાં મોત - જામનગર પોલીસ

લોકડાઉન દરમિયાન જામનગરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પોલીસ વાહન જોઈ ભાગેલો યુવક ટ્રેનના એન્જીન સાથે અથડાયો હતો. જેમાં તેનું મોત થયું છે.

Etv Bharat
jamnagar
author img

By

Published : Apr 18, 2020, 6:14 PM IST

જામનગરઃ જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના વૈશ્વિક મહામારીને અટકાવવા માટે લોકડાઉનની સ્થિતિ છે. આ લોકડાઉન દરમિયાન જામનગરના ધરારનગર વિસ્તારમાં પોલીસનું વાહન જોઇને ભાગવા જતો યુવાનનું ટ્રેન હેઠળ આવી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. વિરોધપક્ષ નેતા પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતાં.

Etv Bharat
જામનગરમાંં પોલીસ વાહન જોઈ ભાગેલો યુવકનું ટ્રેનના એન્જીન સાથે અથડાતાં મોત
શુક્રવારે બપોરના 3 વાગ્યાના અરસામાં ધરારનગર હુશેની ચોક વિસ્તારમાંથી પોલીસ વાહન ચેકીંગ માટે જતું હતું. તે સમયે સરફરાજ ઉમરભાઈ સીરમાન (ઉ.વ.27) નામનો યુવાન પોલીસ વાહનને જોઇને ભાગવા જતાં ટ્રેન નીચે આવી જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે 108 અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાની જાણના આધારે વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી પણ સ્થળ પર પહોંચીને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. પીઆઈ જે.વી. રાઠોડ તથા સ્ટાફે મૃતકના ભાઈ રફિકના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટના અંગે વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા જિલ્લા પોલીસવડાને પત્ર લખી જવાબદાર સામે પગલા લેવા માગ કરવામાં આવી છે. જેમાં આ અંગે જવાબદાર હોમગાર્ડઝ વાળા સામે ગુનો નોંધી તેમને ડીસમીસ કરવાની કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.