ETV Bharat / state

Mahashivratri 2023: ઉજ્જૈન મહાકાલના લક્કી ગુરુના ગ્રુપ દ્વારા જામનગરમાં કરાયું અદભુત ડમરુવાદન

ઉજ્જૈન મહાકાલથી ખાસ જામનગર પધારેલા લક્કી ગુરુના ગ્રુપ દ્વારા ડમરૂવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. જામનગર શહેરમાં બપોર બાદ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર શિવ શોભાયાત્રા નીકળી અને આ શિવ શોભાયાત્રામાં લકી ગુરુનું ડમરું વાદન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Mahashivratri 2023: ઉજ્જૈન મહાકાલના લક્કી ગુરુના ગ્રુપ દ્વારા જામનગરમાં કરાયું અદભુત ડમરુવાદન
Mahashivratri 2023: ઉજ્જૈન મહાકાલના લક્કી ગુરુના ગ્રુપ દ્વારા જામનગરમાં કરાયું અદભુત ડમરુવાદન
author img

By

Published : Feb 18, 2023, 7:41 PM IST

Mahashivratri 2023: ઉજ્જૈન મહાકાલના લક્કી ગુરુના ગ્રુપ દ્વારા જામનગરમાં કરાયું અદભુત ડમરુવાદન

જામનગર: લકી ગુરુ પોતાના ગ્રુપ સાથે જામનગર પધાર્યા છે અને જામનગરમાં શિવ શોભાયાત્રામાં ડમરુ વાદન કરી જામનગર વાસીઓને ઉજ્જૈન મહાકાલ સંધ્યા આરતી વખતે સર્જાતા દ્રશ્યોઓ જોવા મળ્યા હતા. લકી ગુરુનું ગ્રુપ છેલ્લા દસ વર્ષથી ડમરું વાદન કરી રહ્યું છે. આ ઉપરાંત ઉજ્જૈન મહાકાલ મંદિર ખાતે તેઓ ડમરું વાદન કરે છે. જામનગર શહેરમાં બપોર બાદ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર શિવ શોભાયાત્રા નીકળી અને આ શિવ શોભાયાત્રામાં લકી ગુરુનું ડમરું વાદન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ પણ વાંચો: Mahashivratri 2023: કાયાવરોહણ ખાતે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી કરાઈ ઉજવણી

લકી ગ્રુપના સભ્યો કોણ છે: ઉજ્જૈન મહાકાલ આરતી ગ્રુપના મુખ્ય વ્યવસ્થાપક એવા લક્કી ગુરુ ઉપરાંત રીતિક સોલંકી, રાહુલ મારુ, રિતિક જૈન, ભોલા માલવી, ગોકુલ ચૌહાણ, કેશવ પવાર, રાહુલ સરગરા, અમન મારુ, સંતોષ હેરમાં, મનોજ ઠાકુર અને સુરેશ વાઘેલા સહિતના વૃંદ દ્વારા ડમરુવાદનની સાથે ઝાંઝ- પખાલ અને ઢોલના તાલે જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં મહાકાલની ધૂન વગાડીને સમગ્ર વાતાવરણમાં ઉર્જા ભરી દીધી હતી.

હર હર મહાદેવના નારા ગજવ્યા: ઉજ્જૈનથી ૨૨ કલાકનો લાંબો પ્રવાસ ખેડીને એક પણ ક્ષણનો વિરામ કર્યા વિના લકી ગુરુ અને તેમની ટીમેં જોરદાર ડમરુવાદન કરીને જમાવટ કરી દીધી હતી. આ વેળાએ અનેક શિવભક્તો એકત્ર થયા હતા અને હર હર મહાદેવના નારા ગજવ્યા હતા. ઉપરાંત કેટલાક શિવભક્તોએ પોતાના મોબાઈલમાં સેલ્ફી પણ ખેંચી હતી અને મોબાઈલમાં વિડિયો ઉતારીને નગરમાં ફરતા કર્યા હતા.

આ પણ વાંચો: Mahashivratri 2023: મહાશિવરાત્રી પર્વ નિમિતે ભવનાથમાં શિવભક્તોએ કરી અપાર ભક્તિ

લકી ગુરુ ગ્રુપને કેમ બોલાવાય છે: ડમરું હંમેશા ભગવાન શિવજીની સાથે હોય છે અને ઉજ્જૈનના મહાકાલ મંદિર ખાતે મહા આરતીમાં આ ડમરુ આકર્ષણનું કેન્દ્રો હોય છે કારણ કે, લકી ગુરુ દ્વારા વર્ષોથી ઉજ્જૈન મહાકાલ મંદિર ખાતે મહા આરતીમાં ડબલુ વાદન કરવામાં આવે છે. જેના કારણે મહારાષ્ટ્ર સિક્કિમ ઉત્તર પ્રદેશ ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં શિવરાત્રી તેમજ અન્ય તહેવારો પર લકી ગ્રુપ ડમરું વાદન કરવા માટે જાય છે. જેમ આજે જામનગર લકી ગ્રુપ પધાર્યું છે.

વર્ષોથી ડમરું વાદનની કરે છે પ્રેક્ટિસ: ઉજ્જૈન મહાકાલના લકી ગ્રુપમાં ડમરું વાદનમાં અંદાજિત 300 જેટલા સભ્યો જોડાયેલા છે. આ સભ્યો જુદા જુદા વાદ્યોનો વગાડવા માટે પ્રખ્યાત છે, ખાસ કરીને ઢોલક ડમરું ઝાંઝર સહિતના વાદ્યો વગાડે છે. Etv ભારત સાથે વાત કરતા લકી ગુરુએ જણાવ્યું કે જામનગરમાં તેઓ ૧૮ કલાકનો પ્રવાસ કરીને પહોંચ્યા છે અહીં સાંજના સમયે ધ્વજા રોહણ વખતે તેઓએ તેઓએ વાદન કર્યું હતું. તો બપોર બાદ જામનગર શહેરમાં શિવ શોભાયાત્રા નીકળશે આ શિવ શોભાયાત્રામાં લકી ગ્રુપ ડમરું વાદન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.