- તંત્ર સુધી વાત પહોંચાડવા અનોખો વિરોધ
- જામનગર મહાનગરપાલિકામાં વાગ્યો ઢોલ
- કમિશનરને સવાલો પૂછ્તા કમિશનરે પાળ્યું મૌન
જામનગર: વોર્ડ નંબર 4માં છેલ્લા 15 દિવસથી પીવાના પાણી સાથે ગટરના પાણી મિક્ષ થઇ જતા વોર્ડ નંબર 4 ના શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે અને રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે. વોર્ડ નંબર 4 ના ભાજપના નગર સેવિકા રચના નંદાણીયાએ મહાનગરપાલિકા કચેરી ખાતે ઢોલ વગાડી અનોખી રીતે વિરોધ કર્યો છે.
• મનપાના કમિશનર કેમ રહે છે મૌન?
જામનગરમાં ટાઉનહોલ ખાતે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર સેવિકોએ મહાનગરપાલિકાના કમિશનરને અનેક સવાલો પૂછ્યા હતા, ત્યારે કમિશનરે મૌન પાળ્યું હોઇ તેમ સવાલના જવાબ આપ્યા ન હતા, ત્યારે નગર સેવિકા રચના નંદાણીયાએ કમિશનરના કાન સુધી પોતાના વિસ્તારની સમસ્યાને પહોંચાડવા માટે ઢોલ વગાડી અનોખી રીતે વિરોધ કર્યો છે.
• ગંદા પાણી પીવાથી સ્થાનિકો રોગનો ભોગ બની શકે છે!
વોર્ડ નંબર 4માં ગંદા પાણી પીવાના કારણે રોગચાળાની દહેશત પણ જોવા મળી રહી છે. અનેક લોકો મુશ્કેલીમા મુકાયા હતા. ત્યારે નગર સેવિકા રચના નંદાણીયાએ સ્થાનિક મહિલાઓને સાથે રાખી મહાનગરપાલિકા ખાતે ઢોલ વગાડી પોતાની સમસ્યા રજૂ કરી હતી.