જામનગરઃ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જામનગરમાં પર્વની પૂર્વ સંધ્યા શનિવારના રોજ JCE અને ABCP દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મશાલ રેલી જામનગરના લાલ બંગલાથી પ્રસ્થાન થઈ હતી અને શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઇ હતી. રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ મસાલ રેલીને પ્રસ્થાન કરાવી હતી. ડીજેના તાલે દેશભક્તિના ગીતોથી મશાલ રેલીમાં યુવાનો ઝુમતા જોવા મળ્યાં હતાં. આજે જામનગરમાં ઠેરઠેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે, ત્યારે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી.