- જામનગરના ખીજડિયા બાયપાસ પાસે પડેલી I20 કારની પોલીસે લીધી તલાશી
- બિનવારસી કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો
- કુલ રૂા.5.96 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે
જામનગર: ખીજડિયા બાયપાસ નજીકથી પસાર થતી પોલીસે કારને આંતરીને તલાશી લેતા તેમાંથી રૂપિયા 1.95 લાખની કિંમતની ઈંગ્લીશ દારૂની 393 બોટલો મળી આવતા પોલીસે 5.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા બુટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બુટલેગર અને ચાલકની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં દારૂબંધી ડામવા માટે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના હેકો નિર્મળસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા તથા રણજીતસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હે.કો. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશ સુવા, ગીરીરાજસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ સહિતના જામનગરના ખીજડિયા બાયપાસ પાસે પડેલી I20 કારની તલાશી લેતા આ કારમાંથી રૂા.1,96,500 ની કિંમતની 393 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે ચાર લાખની કિંમતની કાર મળી કુલ રૂા.5,96,500ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા બુટલેગર અને ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.