ETV Bharat / state

Jamnagar Farmer: આ તે કેવી ફાયરિંગ પ્રેક્ટિસ ? પોલીસની ફાયરિગ પ્રેક્ટિસ વખતે ખેતરમાં કામ કરી રહેલાં ખેડૂતને વાગી ગોળી. - etv bharatn gujarat

જામનગરના વિજરખી રેન્જ ફાયરિંગમાં પોલીસ દ્વારા ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન બે કિલોમીટર દૂર વાડીએ કામ કરી રહેલા એક ખેડૂતને ગોળી વાગી હતી. જેના કારણે ખેડૂતને સારવાર અર્થે જામનગરની જી. જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, આ અગાઉ ગાય, ભેંસ તેમજ ખેત મજૂરોને પણ ગોળી વાગી ચૂકી હોવાની ઘટનાઓ અનેક વખત બની ચુકી છે.

પોલીસ ફાયરિગ પ્રેક્ટિસ વખતે ખેડૂતને પડખાના ભાગે વાગી ગોળી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 8:03 AM IST

જામનગર: વિજરખી રેન્જ ફાયરિંગમાં પોલીસ દ્વારા ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન બે કિલોમીટર દૂર વાડીએ કામ કરી રહેલા 32 વર્ષીય મનસુખ લોખીલ નામના એક ખેડૂતને કપાસ ઉતારતી વખતે વાગી ગોળી હતી. જેના કારણે ખેડૂતને સારવાર અર્થે જામનગરની જી. જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી વિગત અનુસાર ખેડૂત મનસુખભાઈ લોખિલ પોતાની વાડીએ કપાસ ઉતારવાનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન બે કિલોમીટર દૂર પોલીસ દ્વારા ફાયરીંગ રેન્જમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન એક ગોળી મનસુખભાઈને પડખાના ભાગે વાગી હતી.

ઈજાગ્રસ્ત ખેડૂતને હોસ્પિટલ ખસેડાયા: મળતી માહિતી અનુસાર, સવારે 11 વાગ્યાની આસપાસ જામનગર નજીક આવેલ વિજરખી રેન્જ વિસ્તારમાં પોલીસ દ્વારા ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. તે સમયે ખેતરમાં કામ કરી રહેલા એક ખેડૂતને ગોળી વાગતા દોડધામ મચી જવા પામી હતી. ખેડૂતને ગોળી વાગતા જ તેમને તાત્કાલિક 108 મારફતે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ જીજી હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. હાલ પોલીસ દ્વારા ખેડૂતનું નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ખેડૂતોએ રોષ સાથે કરી રજૂઆત: આ અગાઉ પણ ગાય, ભેંસ તેમજ ખેત મજૂરોને પણ ગોળી વાગી ચૂકી હોવાની ઘટનાઓ અનેક વખત બની ચુકી છે. આ સંદર્ભે ગ્રામજનો દ્વારા કલેકટર, મામલતદાર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર આવા બનાવોને લઇ ખેડૂતોમાં પણ એક જાતની રોષની લાગણી જોવા મળી રહી છે.

  1. Jamnagar News : લોકોને પશુઓના ત્રાસથી મુકત કરાવવા જામનગર કમિશનર અને જિલ્લા પોલીસ વડાની સંયુકત ઝુંબેશ
  2. Crime Conference in Jamnagar : ડીજીપી વિકાસ સહાયની જામનગરમાં બેઠક, કોસ્ટલ સિક્યુરિટી અને દરિયાઈ પટ્ટી પર દબાણ મુદ્દે થઈ ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.