આજના સમયમાં પાણી અને ઈંધણની બચત ખુબ અગત્યની બની છે. ત્યારે ખુદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને અપીલ કરી છે. જામનગરની મોદી સ્કૂલ મોદી ગ્રુપ ઓફ સ્કુલે ઝીલી લીધી છે. વિદ્યાર્થી તેમજ સ્ટાફના તમામ લોકો સાઇકલ લઈ સ્કૂલે આવ્યા હતા.
મોદી સ્કૂલની તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ અભિયાનમાં જોડાયા હતા અને સાઈકલ લઈ સ્કૂલે પહોંચ્યા હતા. હાલ દિવસે-દિવસે ઇંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ઇંધણના વધુ પડતા વપરાશના કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ પણ સતત વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે નાના બાળકોમાં ઈંધણની વપરાશ અંગે જાગૃતિ આવે તેવા ઉદેશથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.