- કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાગી લાંબી લાઈન
- 90 દર્દીઓ કોવિડ હોસ્પિટલ બહાર લઈ રહ્યા છે સારવાર
- દર્દીઓ હોસ્પિટલની બહાર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે
જામનગરઃ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ બની છે ત્યારે હજુ પણ કોરોનાના દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ કોવિડ હોસ્પિટલ બહાર 90 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જો કે કોવિડ હોસ્પિટલમાં જ બેડ ખાલી ન હોવાના કારણે 90 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે.
આ પણ વાચોઃ કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને સારવાર અપાઇ રહી
90 દર્દીઓ કોવિડ હોસ્પિટલ બહાર લઈ રહ્યા છે સારવાર
તેમાં ક્રિટિકલ હાલતમાં રહેલા દર્દીઓની હાલત અતિ ગંભીર છે. કારણ કે, તેમના સગા વહાલાઓ પણ ડૉક્ટર્સને આજીજી કરી અને દર્દીને તાત્કાલિક દાખલ કરવામાં આવે તેવી અપીલ કરી રહ્યા છે.
આ પણ વાચોઃ 1573 બેડ ધરાવતી જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ
30 વર્ષીય યુવકનું ઓક્સિજન પ્રમાણ ઓછું હોવા છતાં હોસ્પિટલની બહાર મોત
જામનગરનો એક 30 વર્ષીય યુવક કોરોના સંક્રમિત થયો છે. તેની હાલત અત્યંત ગંભીર હતી. 108 ન મળતા તેને ખાનગી કારમાં હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. કારમાં જ તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી. તેનું 30 ટકા જેટલું ઓક્સિજનનું પ્રમાણ હતું. જો કે પરિવારજનોએ તાત્કાલિક ખાનગી વિક્રેતાઓને ત્યાંથી ઓક્સિજનનો બોટલ લઈ આવ્યા હતા. જે બાદ 40 ટકા જેટલું ઓક્સિજનનું પ્રમાણ થયું હતું. જે બાદ તેની હાલત ગંભીર થઇ હતી અને અંતે આ યુવકનું મોત થયું હતું. આ દર્દી સાથે રહેલા હસમુખભાઈ જણાવી રહ્યા છે કે, ડૉક્ટર્સ દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી, પણ તેમને દાખલ ક્યારે કરવામાં આવશે, તે અંગે જાણવા મળ્યું ન હતું. જે બાદ આ યુવકનું મોત થયું હતું.