ETV Bharat / state

Mangrove Forests: જાણો 24 કલાક ઓકિસજન આપતા ચેરના વૃક્ષ વિશે અવનવું - ચેરના જંગલોનું મહત્વ

દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર દ્વારા કરવામાં આવતી મેન્ગૃવ કન્ઝર્વેશનની કામગીરી, ચેરના જંગલોનું મહત્વ અને શું છે ઉપયોગિતા, જાણો તેના વિશે.

63 ચેરની જાતો પૈકી 6 પ્રકારની મેન્ગૃવની જાતો જામનગરમાં

author img

By

Published : Apr 9, 2023, 3:55 PM IST

63 ચેરની જાતો પૈકી 6 પ્રકારની મેન્ગૃવની જાતો જામનગરમાં

જામનગર: જામનગર જિલ્લાના કચ્છના અખાતના દરિયાઇ વિસ્તારમાં ભારતમાં જોવા મળતી 63 ચેરની જાતો પૈકી 6 પ્રકારની મેન્ગૃવની જાતો આપણે ત્યાં જોવા મળે છે. જેમાં મુખ્યત્વે એવિસીનીયા મરીના (ખારી ચેર), એવિસીનીયા આલ્બા (પટચેરાડી), એવિસીનીયા ઓફીસીનાલીસ (મીઠી ચેર), રાઇઝોફોરા મેકરોનાટા (કરોડ), એજીસીરસ કોરનીક્યુલાટા (ચાવરીયો), સીરીઓપ્સ ટગલ (કુનરી) જેવી ચેરની જાતો અહીં આવેલ છે.

અભ્યાસ માટેની પ્રયોગશાળા: જામનગર ચેર વનોના સંવર્ઘન અને સંરક્ષણની કામગીરી દરિયાઇ રાષ્ટીય ઉદ્યાન જામનગરના મુખ્ય વન સંરક્ષક કે.રમેશ સાહેબ તથા નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. જે જૈવિક અને અજૈવિક પર્યાવરણોની સંપૂર્ણતા અને જટિલતાનો અભ્યાસ કરવા માટેની કુદરતની પોતાની આ એક પ્રયોગશાળા જ છે.

ભારતનો આરક્ષિત દરિયાઇ વિસ્તાર: જામનગર ખાતેનો મરીન નેશનલ પાર્ક એ સને 1980માં ગુજરાત સરકારશ્રી દ્વારા જાહેર કરેલો સમગ્ર ભારતભરનો સૌ પ્રથમ આરક્ષિત દરિયાઇ વિસ્તાર છે. આ પાર્ક ગુજરાત રાજ્યના મોરબી, જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લાના દરીયાકાંઠા સાથે જોડાયેલ કચ્છના અખાતના ૪૫૭.૯૨ ચો.કિમી વિસ્તારને દરીયાઇ અભ્યારણ તરીકે તથા ૧૬૨.૮૯ ચો.કિમી વિસ્તારને દરિયાઇ રાષ્ટીય ઉધાન તરીકે અનુક્રમે સને 1980 અને 1982માં સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલો છે. આ સ્થળ દરિયાઇ જીવસૃષ્ટિના ધબકતા સામ્રાજયને નિહાળવા માટે પ્રખ્યાત છે.

ચેરના વિકાસની કામગીરી: જામનગર જીલ્લાના કચ્છના અખાતના દક્ષિણ કાંઠાનો ઓખાથી નવલખી વચ્ચેનો ૪૨ ટાપુઓ સાથેનો ૧૧૮૧.૦૪ ચો.કિમી વિસ્તાર સેક્શન-૪ હેઠળ ચેરના જંગલો તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં ૨૩૧.૨૬ ચો.કિમી વિસ્તાર ઓછા વધતા પ્રમાણમાં ચેર જંગલો ધરાવે છે. દરિયાઇ રાષ્ટ્રીય ઉઘાન જામનગરનાં સને ૧૯૮૨માં અસ્તિત્વમાં આવ્યા બાદ ચેરના વિકાસની કામગીરી મોટા પાયે હાથ ઘરવામાં આવેલ છે. આ વિસ્તારમાં કુદરતી તથા અકુદરતી પરિબળોથી પાંખા થયેલ ચેરના જંગલોને નવસાઘ્ય કરવા માટે ૧૯૮૩થી ચેર વાવેતરની કામગીરી વિવિઘ યોજના અંતર્ગત હાથ ઘરવામાં આવેલ છે. ચેર વાવેતરની કામગીરી મુખ્ત્વે પોલીથીન બેગમાં રોપા ઉછેરીને તેમજ મડમાં સીઘા બીજ /સીંગો વાવીને કરવામાં આવે છે.

આ પણ વાંચો: રાજ્યમાં દરિયાઇ ખારાશ અટકાવવા 102 કરોડની બહુહેતુક યોજનાને મંજૂરી

દરિયાઇ જીવોનો 90% જેટલો ખોરાક: ચેર શબ્દ સામાન્ય રીતે “હેલોફાઇટીક” જાતિના વૃક્ષો અને દરિયાના પાણીથી અસર પામેલી ખારાશવાળી જમીનમાં થતા નાના ઝાખરાવાળી વનસ્પતિ માટે વાપરવામાં આવે છે. જયાં નદી અને મહાસાગર મળે છે ત્યાં વિશિષ્ટ્ર પ્રકારની મેન્ગૃવ (ચેર) તરીકે ઓળખાતી વનસ્પતિ સુષ્ટ્રી અસ્તિત્વમાં આવેલ છે. જે સામાન્ય રીતે ઉષ્ણકટિબંઘ અને સમસિતોષ્ણ કટિબંઘના ભરતી-ઓટ વાળા વિસ્તારમાં જોવા મળે છે. ભરતી – ઓટ વચ્ચેના દરિયાઇ વિસ્તારમાં આ ચેર જંગલોનું પરિસરતંત્ર દરિયાઇ જીવો અન પરવાળાને ટેકો આપનાર મહત્વનું પરિબળ છે. ચેર જંગલો ઘરાવતો ફળદ્રુપ મડ વિસ્તાર ફળદ્રુપ બાયોમાસ ઉત્પન્ન કરે છે જે કરચલા, નાની માછલી વિવિઘ પ્રકારનાં દરિયાઇ જીવોનો 90% જેટલો ખોરાક છે. ચેર પરિસરતંત્રનો પાણીવાળો વિસ્તાર માછલીઓ સાથેના જુદા જુદા જીવોના સંવર્ઘન અને ઉછેર માટે પંસદગીયુકત રહેઠાણ ઉભુ કરે છે.

ઓક્સિજન પૂરો પાડે: ચેરના વૃક્ષો દરિયાઇ વિસ્તારમાં ઉગતા હોય તેના મૂળને જોઇતો ઓક્સિજન કાદવને દરિયાના વઘુ કાર્બનીક ક્ષારયુકત પાણીને લીધે મળતો નથી. જેથી મુખ્ય મુળ પરના ઉપમૂળો જમીનની બહાર અમુક અમુક ગુરૂત્વાકાર્ષણ વિરૂદ્ધ સૂર્ય પ્રકાશ તરફ નીકળેલા જોવા મળે છે જેને શ્વસન મૂળ (ન્યુમેટોફોર) કહે છે. જે અસંખ્ય સુક્ષ્મ છિદ્રો ઘરાવે છે જે વૃક્ષને ઓક્સિજન પૂરો પાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: 50 Years Of Project Tiger: PM મોદીએ 'પ્રોજેક્ટ ટાઈગર'ના 50 વર્ષ પૂરા થયાની કરી ઉજવણી

ઉપયોગિતા: દરિયાની ભરતીનાં મોજાથી કાંઠા વિસ્તારનું ઘોવાણ અટકાવે છે. ચેરના મુળ જમીનનાં ઘોવાણ થી આવેલ કાપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. ખારાશવાળા સખત પવનોને ચેરનાં જગંલો આગળ વઘતા અટકાવે છે. ચેર મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રીય બાયોમાસ દરિયાઇ જીવો માટે ખોરાક તરીકે કામ કરે છે. ચેરના વૃક્ષો વિવિઘ પ્રકારનાં પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ઘન આશ્ર્યસ્થાન પૂરૂ પાડે છે. ચેર સ્થાનિક હવામાન સુઘારે છે. સ્થાનિક લોકોને બળતણ, ઢોરો માટે ચેરના પાંદડાનો ચારા તરીકે ઉપયોગ કરે છે.

સફળતાની ટકાવારી: અગાઉના વર્ષમાં ૧૯૯૩-૯૪ સુઘી ફકત એવીસિનીયા જાતના ચેરનું વાવેતર કરવામાં આવતુ હતું. ત્યારબાદ રાઇઝોફોરા અને સીરીઓપ્સની શીગોનું વાવેતર હાથ ધરવામાં આવેલ. શીગો / બીજનાં વાવેતરમાં શેવાળ તથા દરિયાઇ કરંટને લીઘે નુકશાની થવાથી વાવેતરમાં સફળતાની ટકાવારી ઓછી મળતી હતી. જે દુર કરવા સને ૨૦૦૧-૦૨ ના વર્ષથી ચોક્ક્સ અંતરે મડ વિસ્તારમાં ૧x ૧ મીટરની સાઇઝના અને ૩૦ સેમી ઉચાઇના ઓટલાબેડ બનાવી તેમાં ૬૦ જેટલા બીજ / સીંગ વાવેતર કરવાની પઘ્ઘતિ વિકસાવવામાં આવેલ છે જેમાં સફળતાની ટકાવારી ઘણી સારી મળેલ છે.

મેન્ગૃવ કન્ઝર્વેશનના મુખ્ય પડકારો: મેન્ગુવવાળા વિસ્તારો ખુબ અંતરીયાળ અને કાદવ કિચડવાળા હોઇ ત્યાં કામગીરી કરવી મુશ્કેલ હોય છે. મેન્ગુવ વાળા આ વિસ્તારોમાં દરિયાઇ ભરતી-ઓટનાં કારણે કામ કરવા માટે મર્યાદિત સમય ઉપલ્બ્ધ થાય છે. દરિયાઇ મોજાનાં લીધે ઘોવાણ તથા કીચડનાં થર જામવાથી નુકશાની થવાની શક્યતા વધારે રહે છે. મેન્ગૃવ પ્લાનટેશન માટે ટેકનીકલ મેનપાવરની ઉપલબ્ઘતતા પણ એક મર્યાદા પેદા કરે છે. મેન્ગૃવની વિવિઘ જાતોની બીજની ઉપલબ્ઘતતા અલગ અલગ સિઝનમાં હોય કલેક્શન કરવામાં મુશ્કેલ ઉભી થતી હોય છે.

મેન્ગુવ ઇકોસિસ્ટમ: અન્ય દરિયાઇ જીવો દ્વારા મેન્ગૃવ પ્લાનટેશનને પણ નુકશાની થવાની શક્યતા હોય છે. માનવસર્જીત નુકશાની, અન્ય કુદરતી આફતો, વાવાઝોડા, દરિયાઇ તોફાનો, ભુકંપ, તાપમાનમાં વઘ-ઘટ, ભેજનું પ્રમાણ, વરસાદના દિવસો જેવા પરિબળો પણ મેન્ગુવ ક્ન્ઝરવેશનમાં અસર કરતા જણાય છે. મેન્ગુવ ઇકોસીસ્ટમની ઉપયોગિતાને સમજતા વનવિભાગ દ્વારા જે તે વિસ્તારની લેન્ડ સુટેબીલીટીને ઘ્યાને લઇ વિવિધ વિસ્તારને અનુરૂપ કામગીરી નક્કી કરવામાં આવેલ છે. સાયન્ટીફિક સ્ટડીના આધારે વિવિધ પ્લાનટેશન મોડલ તૈયાર કરી, યોગ્યજાતની પંસદગી કરી, સિઝનને અનુરૂપ અલગ અલગ સાયન્ટિફિક પધ્ધતિ જેવી કે રેઇઝ્બેડ, ડાયરેક સીડ સોવિગ, પોલીથીને બેગના રોપાના વાવેતર દ્વારા મેન્ગૃવ કવરમાં વઘારો કરવામાં આવેલ છે.

મેન્ગૃવ પ્લાન્ટેશન: વધુમાં મેન્ગૃવ વિસ્તારો પર ડિપેન્ડટ કોમ્યુનીટીમાં કેપેશીટી બિલ્ડીંગ દ્વારા તથા વિવિઘ જાગૃતિ કાર્યક્ર્મો દ્વારા સહકાર મેળવી મેન્ગૃવ પ્લાન્ટેશન હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત બોરીબંઘ જેવી લો-કોસ્ટ ટેકનોલોજી દ્વારા ક્રીક વિસ્તારમાં ઓટના પાણીનો ઉચા વિસ્તારોમાં વધુ સમય રોકીને મેન્ગૃવ કવર માં વઘારો કરવાના પ્રયત્નો કરવામાં આવેલ છે. આમ આ તમામ પ્રયત્નો દ્વારા છેલ્લા વીસ વર્ષમાં જામનગર જીલ્લામાં મેન્ગૃવ કવર માં ૨૦૦૧ માં ૧૪૨.૦૦ ચો.કિમી વિસ્તાર માંથી ૨૦૨૧ સુધી માં ૨૩૧.૨૬ ચો.કિમી એટલે કે ૮૯.૨૬ ચો.કિમી જેટલો મેન્ગુવ કવરમાં વઘારો કરવામાં વન વિભાગને સફળતા મળેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.