ETV Bharat / state

જામનગરના ધ્રોલ નજીક કાર પલટી, રાજકોટના પટેલ પરિવારના 3 લોકોનાં મોત - પટેલ પરિવારના 3 લોકોનાં મોત

રાજકોટ હાઈવે પર ધ્રોલના જાયવા ગામ નજીક કાર પલ્ટી જતા એક જ પરિવારના 3 લોકોનાં મોત થયા છે. તેમજ 2 લોકોની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ થતા ધ્રોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

jamnagar
જામનગર
author img

By

Published : Sep 3, 2020, 9:32 AM IST

  • જામનગર ધ્રોલ પાસે અકસ્માત, 3 લોકોના મોત
  • રાજકોટથી જામનગર જતા થયો અકસ્માત
  • ધ્રોલ પોલીસનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

જામનગર: રાજકોટ હાઈવે પર ધ્રોલના જાયવા નજીક કાર પલ્ટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 3 લોકોનાં મોત થયા છે. જેમાં 2 લોકોની હાલત ગંભીર છે. રાજકોટનો પટેલ પરિવાર સોયલ ગામે કોઈ કામ માટે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત તેમને નડ્યો હતો. આ અકસ્માત કોઇ વાહન સાથે અથડાઇને નહીં પરંતુ કોઇ પશુ રસ્તામાં આવી જતા દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જેમાં GJ03-KC-7666 નંબરની કાર પલ્ટી મારી ગઈ હતી.

જામનગર ધ્રોલના જાયવા નજીક કાર પલટી જતા રાજકોટના પટેલ પરિવારના 3 લોકોનાં મોત

આ અકસ્માતમાં એક બાળક, મહિલા અને પુરૂષનું મોત થયું છે. જ્યારે મૃત્યુ પામનાર પરીબેન કમલેશભાઇ દલસાણીયા, કમલેશ બાબુભાઇ દલસાણીયા સહિત અન્ય એકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક પુરૂષ અને એક મહિલાને ઇજા પહોંચી હોવાની માહિતી મળી છે. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જ્યારે ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.