જામનગર ખાતે 20માં સમૂહ લગ્નનું આયોજન રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંસલાના પ.પૂ.ધર્મબંધુજી મહારાજએ ઉપસ્થિત રહી 22 નવદંપતીઓને સુખી દાંપત્યજીવનના શુભઆશિષ આપ્યા હતા. તેમજ મહાનુભાવોના હસ્તે સમાજશ્રેષ્ઠીઓનું તેમજ સમૂહ લગ્ન સમિતિના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ લગ્નોત્સવમાં રાજપૂત સમાજના પ્રમુખી પી.એસ.જાડેજા, ઉપપ્રમુખ સી.આર.જાડેજા, કાર્યકારી પ્રમુખ નવલસિંહ જાડેજા, સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ ઝાલા, જોઇન્ટ સેક્રેટરી પ્રવિણસિંહ કે. જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય ગોવુભા જાડેજા, રાજપૂત યુવા સંઘના મહામંત્રી નિલેશસિંહ જાડેજા, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ કે. જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરના નિયામક રાજેન્દ્રસિંહ રાયજાદા, જામનગરના ડી.વાય.એસ.પી. એ.પી.જાડેજા, જામનગરના પી. આઇ. રાઠોડ, ગોહિલ, વાળા, ચુડાસમા તથા નવદંપતીઓ અને તેમના પરિવારો, તેમજ સમાજના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.