JEE 2019માં ક્રિષ્ના સ્કૂલના 15 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા લેવલ પર 99 prથી વધુ માર્કસ અને કુલ 19 વિદ્યાર્થી 90 prથી વધુ મેળવ્યા છે. જેમાં કાલરીયા ભાર્ગવ બોર્ડમાં 99.94 pr સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.
ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રેગ્યુલરJEE અને NEETના અલગથી ક્લાસ કરાવવામાં આવે છે. રેગ્યુલર ટેસ્ટ અને મોડેલ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં તૈયાર કરાયેલું સ્પેશિયલ મટિરિયલ આપવામાં આવે છે અને તરત જ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો માટે ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે.