ETV Bharat / state

જામનગરમાં યોગના માધ્યમથી કોરોના પર અંકુશ લાવવા 125 યોગા ટ્રેનરોને અપાઈ ટ્રેનિંગ - ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને યોગ કોચ પ્રીતિબેન શુકલ દ્વારા યોગ ટ્રેનર્સ માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનરો ટ્રેનિંગ લઈ અન્ય સાધકોને યોગ કરાવશે.

cx
cx
author img

By

Published : Sep 22, 2020, 1:32 PM IST

જામનગરઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને યોગ કોચ પ્રીતિબેન શુકલ દ્વારા યોગ ટ્રેનર્સ માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનરો ટ્રેનિંગ લઈ અન્ય સાધકોને યોગ કરાવશે.

જામનગરમાં યોગના માધ્યમથી કોરોના પર અંકુશ લાવવા 125 યોગા ટ્રેનરોને અપાઈ ટ્રેનિંગ
આ બેચમાં 125 ટ્રેનરોને 30 - 30 ગ્રૂપમા ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે ટ્રેનરો શહેરના અલગ અલગ એરિયામાં 20 સાધકોને ટ્રેનીંગ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 70 માં જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં થોડા દિવસ પહેલાં જ યોગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નિતાબા વાળા વિજયોતેજક મંડળના ટ્રસ્ટી હસમુખભાઇ વિરમગામી તથા ભાનુભાઈ દોશી સહિત તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. ટ્રસ્ટીઓએ વિના મૂલ્યે હોલ ફાળવ્યો છે. તેમજ કેમ્પ અને ટ્રેનિંગ પણ વિના મૂલ્યે જ છે. કોરોનાની મહામારીથી બચવા યોગી બનવુ જરૂરી છે. યોગથી જ રોગ પ્રતિરોધક શકિત વધશે અને કોરોનાથી લોકો મુક્ત થશે. હાલના સમયમાં જે પ્રકારનો કોરોના બેકાબૂ થઈ રહ્યો છે તે જોતા યોગ દ્વારા તેના પર અંકુશ લાવવા માટે હવે જામનગરમાં જુદા-જુદા યોગ ટ્રેનરોને યોગની ટ્રેનિંગ આપવામાં આવી છે. યોગના માધ્યમથી લોકોની ઈમ્યુનિટી પાવર વધે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.