- જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલું કોરોના સંક્રમણ
- ગ્રામ્ય વિસ્તારોમાં 40 દિવસથી વેક્સિનેશન ડ્રાઈવ ખોરવાઈ
- 102 ગામના સરપંચો દ્વારા જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત
જામનગર: તાલુકા પંચાયત ખાતે સરપંચોની બેઠક મળી હતી. જેમાં જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં 40 દિવસથી વેક્સિનેશન ડ્રાઈવ બંધ હોવાથી 102 ગામના સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટર અને સાંસદને તે પુનઃ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધ્યું હોવા છતા વેક્સિન ન મળતા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શહેરી વિસ્તારોમાં વેક્સિન મળી રહી છે, તો ગ્રામ્ય વિસ્તારોને કેમ નહીં ?
જામનગર તાલુકા સરપંચ મંડળના પ્રમુખ મહેશ આહિરના જણાવ્યા પ્રમાણે, જામનગરના શહેરી વિસ્તારમાં વેક્સિનેશન ડ્રાઈવ યથાવત છે. તો પછી ગ્રામ્ય વિસ્તારોને વેક્સિન કેમ નહી ? વેક્સિન સિવાય પણ ગ્રામ્ય વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ કિટની અછત હોવાથી ટેસ્ટ પણ નથી થઈ રહ્યા, જેના કારણે પણ ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધ્યું છે. જેના કારણે સરપંચોની બેઠકમાં 102 ગામના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.