ETV Bharat / state

ભાજપ દ્વારા મારા અને ઈસુદાન ગઢવી પર હુમલો કરવાનો પ્રયાસ : ગોપાલ ઈટાલિયા - Isudan Gadhvi

સોમનાથ મંદિરની બહાર ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પર કરવામાં આવેલા હુમલા અંગે ઈટાલિયાએ ભાજપ પર રોષ ઠાલવ્યો છે અને આ હુમલાને ભાજપ પ્રેરીત ગણાવ્યો છે.

આપ
કેમ ચૂંટણી આવે ત્યારે જ લોકોની લાગણી દુભાય છે : ગોપાલ ઈટાલિયા
author img

By

Published : Jun 28, 2021, 1:50 PM IST

  • આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર સોમનાથ મંદિરની બહાર થયો હુમલાનો પ્રયાસ
  • ગોપાલ ઇટાલિયા પ્રભાસપાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા
  • ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયા નો દાવો

ગીર-સોમનાથ: આમ આદમી પાર્ટી છેલ્લા 6 મહિનાથી રાજ્યમાં પગ જમાવવાની કોશિશ કરી રહી છે. સુરતમાં સામાન્ય ચૂંટણીમાં જીત મળતા પાર્ટીના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો અને આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી હતી. જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના આપમાં જોડાયા પછી પાર્ટી દ્વારા જનસંપર્ક સાંધવાનું શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે આજે ઈસુદાન ગઢવી અને ઈટાલીયા સોમનાથ મંદિરમાં દર્શન કરી કોરોના પિડીત પરીવારને મળવા જવાના હતા પણ તે પહેલા તેમની પર ભાજપ પક્ષ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેવું ઈટાલીયાએ જણાવ્યું હતું.

ભાજપના ગુંડાતત્વો

ઈસુદાન અને ઈટાલીયા પર કરવામાં આવલા હુમલા અંગે ઈટાલીયા પોલીસમાં ફરીયાદ કરવા પહોંચ્યા હતા ત્યા તેમણે પત્રકારને જણાવ્યું હતું કે, તેમના અને ઈસુદાન ગઢવી પર ભાજપના ગુંડાતત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પણ કાર્યકર્તાઓને કારણે તે બંન્ને સુરક્ષીત ત્યાથી નિકળી શક્યા હતા.

કેમ ચૂંટણી આવે ત્યારે જ લોકોની લાગણી દુભાય છે : ગોપાલ ઈટાલિયા

આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીઃ AAPએ કર્યો મેનિફેસ્ટો જાહેર

પોલીસે ફરીયાદ લેવામાં કરી આનાકાની

ઈટાલીયાને પોતાના જનસંપર્કના પ્રવાસ પહેલા બાતમી મળી હતી કે સોમનાથમાં તેમની સાથે કોઈ અનઈચ્છનીય ઘટના બનવાની છે જેની ફરીયાદ વેરાવળ પ્રમુખ મનીષભાઈ નોંધાવા આવ્યા હતા પણ પોલીસે ફરીયાદ દાખલ નહોતી કરી. હુમલાની બાદ જ્યારે ઈટાલિયા ફરીયાદ નોંધાવા પહોંચ્યા ત્યારે પોલીસે ઈટાલીયા પર હુમલાના આક્ષેપ કર્યા હતા તેવું ઈટાલિયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : પીડિત પરિવારની મુલાકાતે ગોપાલ ઈટાલિયા, પોલીસ પર ઠાલવ્યો આક્રોશ

મારો બનાવટી વીડીયો વાયરલ કરવામાં આવ્યો

વાયરલ વીડિયો અંગે ઈટાલિયાએ જણાવ્યું હતું કે આ એક ષડયંત્ર છે આપના નેતાઓને બદનામ કરવાનું અને આ તમામ કાર્ય ભાજપ પ્રેરીત છે, પણ જો મારી કોઈ પણ વાતથી લોકોની જરા પણ લાગણી દુભાય હોય તો હું ખુલ્લા મનથી માફી માંગુ છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.