- AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી સોમનાથ મંદિરથી ઉભી પૂંછડીએ ભાગ્યા
- સોમનાથ મંદિરના દર્શનાર્થે આવેલા ગોપાલ ઈટાલિયોનો બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠને કર્યો વિરોધ
- ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો મામલે બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠને દર્શાવ્યો વિરોધ
ગીર સોમનાથઃ આજથી જન સંવેદનયાત્રાની શરૂઆત કરવા માટે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સોમનાથ મંદિર પહોંચ્યા હતા. જોકે, અહીં તેમનું સ્વાગત બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠને વિરોધ કરીને કર્યું હતું. અહીં ગોપાલ ઈટાલિયા આવતા જ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પાછળ ગોપાલ ઈટાલિયાનો વાઈરલ થયેલો જૂનો વીડિયો હોવાનું કહેવાય રહ્યું છે. તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ તેને ભાજપ પ્રેરિત વિરોધ ગણાવ્યો હતો. આ હુમલાના પ્રયાસ અંગે ગોપાલ ઈટાલિયા ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. જોકે, બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો- સુરતમાં મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAP ના મહિલા કોર્પોરેટરના પતિએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
સોમવારથી જન સંવેદના યાત્રાના પ્રારંભ માટે AAPના નેતા પહોંચ્યા હતા ગીર સોમનાથ
સોમવારે સવારે 9 વાગ્યે આપ પાર્ટી દ્વારા યોજાયેલી જન સંવેદનયાત્રાના પ્રારંભ માટે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સોમનાથ પહોંચ્યા હતા. બંને નેતાઓ કાર્યકરો સાથે સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરી બહાર નિકળી રહ્યા હતા તે સમયે જ બ્રહ્મસમાજ અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ AAPના બંને નેતા પર હુમલો કરી તેમનો વિરોધ કર્યો હોત. જોકે, પોલીસે ટોળાને વેરવિખેર કરી મામલો થાળે પાડ્યો હતો. આ મામલે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પોતાના પર સોમનાથ મંદિરની બહાર ભાજપ પ્રેરિત લોકોએ અપશબ્દો બોલી હુમલો કર્યાનો દાવો કર્યો હતો. આ સાથે જ તેઓ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા.
આ પણ વાંચો- Exclusive : જો ગુજરાતમાં AAP આવશે તો મુખ્યપ્રધાન પ્રજાને જ નક્કી કરવા દેવામાં આવશે - મહેશ સવાણી
AAPના નેતાની માનસિકતા સનાતન ધર્મની વિરૂદ્ધની છેઃ બ્રહ્મ સમાજ
તો બીજી તરફ આ મામલે બ્રહ્મ સમાજના અગ્રણી મિલન જોષીએ જણાવ્યું હતું કે, સનાતન ઘર્મની વિરૂદ્ધ માનસિકતા ધરાવતા સનાતન ધર્મની વિરૂદ્ધની રાજ્ય પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ હિન્દુ સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સમાજ વિશે અયોગ્ય ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ટિપ્પણી બાબતે હિન્દુ સમાજના અગ્રણીઓ સોમનાથ મંદિરની બહાર ગોપાલ ઈટાલિયા પાસે જઈ ચોખવટ કરવા ગયા ત્યારે તે કોઈ પણ ચર્ચા કર્યા વગર ગાડીમાં બેસી ભાગી ગયાનો આરોપ લગાવ્યો હતો.
બંને પક્ષનું સમાધાન થઈ ગયુંઃ પોલીસ
આ ઘટના અંગે ASP ઓમપ્રકાશ જાટે કહ્યું હતું કે, AAPના નેતા પર હુમલો થવા પહેલા જ પોલીસ સતર્ક હતી. પોલીસે AAPના નેતાઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ બંને પક્ષે સમાધાન થઈ ગયું હોવાની પણ વાત પોલીસ કરી હતી.