ETV Bharat / state

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા મામલો ગરમાયો

author img

By

Published : Sep 5, 2019, 11:28 AM IST

ગીર સોમનાથઃ વેરાવળમાં દબાણ હટાવો ઝુંબેશને લઈને તંત્ર અને કોંગ્રેસી ધારાસભ્ય આમને-સામને આવ્યા છે. વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપ છે કે, તંત્ર મોટા બાંધકામો અને મોટા માથાઓની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતું નથી અને નાના વેપારીઓ, શાક વેચતી બહેનો અને રેંકડી-ફેરિયાઓ ઉપર પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે.

vimal chudasama

ગીર સોમનાથમાં બુધવારે સાંજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાયા બાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને અને હંગામો મચાવી દીધો હતો. જ્યાં વેરાવળ ધારાસભ્ય અને પોલીસ પણ સાંજે આવી પહોંચી હતી અને આખરે મામલો થાળે પડ્યો હતો. વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ 200 થી 250 વેપારીઓ સાથે મૌન રેલી યોજી હતી અને વેરાવળ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી ગરીબોના ધંધા રોજગાર સામે જોવા અપીલ કરી હતી. વેરાવળ કોંગ્રેસના ધારાસભ્ય દબાણ હટાવવાના વિરોધમાં આક્રમક બન્યા છે તેમણે પ્રાંત અધિકારી અને પાલિકા સામે સવાલો ઉઠાવ્યા છે કે તંત્ર કોઈ ના ઈશારે કામ કરી રહ્યું છે.

વિમલ ચુડાસમાએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા મામલો ગરમાયો

વેરાવળ શહેરમાં ગેરકાનૂની બાંધકામનો રાફડો ફાટ્યો છે, પરંતુ આ બાંધકામ વગદાર વ્યક્તિઓ હોવાથી તંત્ર તેને અટકાવતું નથી. નવા નિયમો અમલ આવ્યાને વર્ષો પછી પણ પાર્કિંગ વગરની ઈમારતોને નગરપાલિકા મંજૂરી આપી રહી છે. મંદીમા વેપારીઓને મદદ ન કરે તો કંઈ નહિ, પણ તેમની રોજી છિનવવાનું કાર્ય તંત્ર કરી રહ્યુ હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો. ટ્રાફિક સમસ્યા દૂર કરવી હોય તો, ગત બજેટ સત્રમાં પાસ થયેલા ફ્લાયઓવર કેમ નથી બનાવવામાં આવતા તેવો પણ તેમણે પ્રશ્ન કર્યો હતો.

વિમલ ચુડાસમાના આક્ષેપ બાદ વેરાવળ નગર પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું હતું કે, પ્રથમ રાઉન્ડમાં સરકારી જમીન અને રસ્તાઓ પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. હવે પછી સેકન્ડ રાઉન્ડનું પણ આયોજન તૈયાર જ છે. જેમાં પોતાની માલિકીના હોય અને નિયમ તોડતા હોય કે, ગેરકાનૂની અને મંજૂરી વગરના ખડકેલા બાંધકામોને દૂર કરાશે તેના માટે પ્રાંત અધિકારીએ એક્શન પ્લાન બનાવ્યો જે મોટા પ્રમાણમાં કાર્યવાહી હાથ ધરાશે.

હાલ દબાણ હટાવવાના ઝુંબેશના કારણે વેરાવળના ધારાસભ્ય અને તંત્ર આમને સામને જોવા મળી રહ્યા છે, પરંતુ મોટો સવાલ એ છે કે, ખરેખર બીજો રાઉન્ડ હાથ ધરાશે કે, પછી ધારાસભ્યના કહેવા અનુસાર "મોટા માથા" પર સરકાર મહેરબાન રહે છે તે જોવું રહ્યું.

Intro:વેરાવળ મા દબાણ હટાવો ઝુંબેશ ને લઈને તંત્ર અને કોંગ્રેસી ધારાસભ્ય આવ્યા આમને-સામને
વેરાવળ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા નો આરોપ છે કે તંત્ર મોટા બાંધકામો અને "મોટા માથાઓ" ની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતું નથી અને નાના વેપારીઓ , શાક વેચતી બહેનો અને રેંકડી વાળા ફેરિયાઓ ઉપર શક્તિ પ્રદર્શન કરે છે. તંત્ર પર ધારાસભ્ય ના સંગીન આરોપ બાદ ચીફ ઓફિસર નો ખુલાસો...
મોટા બાંધકામો માટે બીજા તબક્કામાં હાથ ધરાશે ડીમોલેશનBody:આ દ્રશ્યો ગીરસોમનાથ જિલ્લા ના વડા મથક વેરાવળ શહેરના છે જ્યા છેલ્લા ઘણા દિવસ થી પ્રાંત અધિકારી અને નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે. અને તેના કારણે વેરાવળ ના ધારાસભ્ય અને તંત્ર વચચે વિવાદ વકર્યો છે

ગઈકાલ સાંજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાયા બાદ લોકો ના ટોળા એકઠા થયા અને અને હંગામો મચાવી દેવાયો હતો ત્યારર વેરાવળ ધારાસભ્ય અને પોલીસ પણ સાંજે આવી પહોંચી હતી અને આખરે મામલો થાળે પડ્યો હતો. ત્યારે આજે વેરાવળ ના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ 200 થી 250 વેપારીઓ સાથે મૌન રેલી યોજી હતી અને વેરાવળ પ્રાંત અધિકારી ની કચેરીએ પહોંચ્યા હતા અને ગરીબો ના ધંધા રોજગાર સામે જોવા અપીલ કરી હતી. વેરાવળ કોંગ્રેસ ના ધારાસભ્ય દબાણ હટાવવા ના વિરોધ મા આક્રમક બન્યા છે તેમણે પ્રાંત અધિકારી અને પાલિકા સામે સવાલો ઉઠાવ્યા છે કે તંત્ર કોઈ ના ઈશારે કામ કરી રહ્યું છે...

વેરાવળ શહેર મા ગેરકાનૂની બાંધકામનો રાફડો ફાટ્યો છે પરંતુ આ બાંધકામ વગદાર વ્યક્તિઓ ના છે જેના કારણે તંત્ર તેને અટકાવતું નથી. ત્યારે નવા નિયમો અમલ આવ્યા ને વર્ષો પછી પણ પાર્કિંગ વગરની ઇમારતો ને નગરપાલિકા મંજૂરી આપી રહી છે.
મંદી માં વેપારીઓ એ મદદ ન કરે તો કઈ નહિ પણ તેમની રોજી છિનવવા નું કાર્ય તંત્ર કરી રહ્યા નો ધારાસભ્ય એ આરોપ લગાવ્યો હતો. ટ્રાંફિક સમસ્યા દૂર કરવી હોય તો ગત બજેટ સત્ર માં પાસ થયેલા ફલાયઓવર કેમ નથી બનાવવામાં આવતા તેવો પણ તેમણે પ્રશ્ન કર્યો હતો

વિમલ ચુડાસમા એ પ્રાંત અધિકારી અને પાલિકા ની કામગીરી ને લય સવાલો ઉઠાવતા મામલો ગરમાયો છે. તંત્ર ને કોઈના ઈશારે કામ કરતું કહેતા નવા વિવાદ ને જન્મ આપ્યો છે.

વિમલ ચુડાસમા ના આક્ષેપ બાદ વેરાવળ નગર પાલિકા ના ચીફ ઓફિસર ની પ્રતિક્રિયા આપી છે. ચીફ ઓફીસર ના કેહવા મુજબ પ્રથમ રાઉન્ડ મા સરકારી જમીન અને રસ્તાઓ પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. હવે પછી સેકન્ડ રાઉન્ડ નું પણ આયોજન તૈયાર છે. જેમાં પોતાની માલિકીના હોય અને નિયમ તોડતા હોય કે ગેરકાનૂની કે મંજૂરી વીના ખડકેલા બાંધકામોને દૂર કરાશે તેના માટે પ્રાંત અધિકારી એ એક્શન પલાન બનાવ્યો જે મોટા પ્રમાણમાં કાર્યવાહી હાથ ધરાશે.

Conclusion:ત્યારે હાલ દબાણ હટાવ ઝુંબેશના કારણે વેરાવળ ના ધારાસભ્ય અને તંત્ર આમને સાંમને જોવા મળી રહ્યા છે. પરન્તુ મોટો સવાલ એ છે કે ખરેખર બીજો રાઉન્ડ હાથ ધરાશે કે પછી ધારાસભ્ય ના કહેવા અનુસાર "મોટા માથા" પર સરકાર મહેરબાન રહે છે તે જોવું રહ્યું

બાઈટ-વિમલ ચુડાસમા ધારાસભ્ય
બાઈટ-જતીન મહેતા- ચીફઓફિસર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.