તાજેતરમાં ધોરણ 10ની પરીક્ષાના પરીણામ જાહેર થયા છે. ત્યારે વિદ્યાર્થીઓને પોતે કરેલી મહેનતનું ફળ શું છે તે જાણવાની ઉત્સુકતા હોય છે. પરંતુ વેરાવળની દર્શન શાળામાં ભણતી ધ્રુવી રાયઠઠ્ઠાએ શાળામાંથી જ પરિણામ મેળવશે તેવો નિશ્ચય કર્યો હતો. જ્યારે તેણે પોતાના હાથમાં પરિણામપત્ર લીધુ ત્યારે તેને અને તેના પરિવારજનોમાં ખુશીનો કોઈ પાર ન્હોતો.
જ્યારે વિદ્યાર્થીઓ ધોરણ-10માં પહોંચે ત્યારે તેમના માતા-પિતા અને વિદ્યાર્થીઓમાં સારા ગુણ મેળવવાની આશા હોય છે. સાથે જ sscમાં સારા ટકા મેળવી અને પોતાના જીવનમાં ઉત્કૃષ્ઠ કારકીર્દી તરફ આગળ વધવા માટે અગ્રેસર બને છે. પરીક્ષા જેમ નજીક આવતી જાય છે તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતામાં વધારો થાય છે. પરંતુ સૌથી વધારે ચિંતા તો પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થવાના દિવસોમાં હોય છે. તેવામાં આદ્યુનિક યુગમાં તો વહેલી સવારે જ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જાહેર થઈ જાય છે. તેવામાં વેરાવળની દર્શન શાળામાં અભ્યાસ કરતી ધ્રુવી રાયઠઠ્ઠા નિશ્ચય કર્યો હતો કે, તે ઈન્ટરનેટ પર પરિણામ જોવાને બદલે શાળા ખાતેથી જ સીધું પરિણામપત્ર હાથમાં લેશે. જ્યારે 21 મેના રોજ તે પરિવાર સાથે પોતાની શાળાએ પહોંચી ત્યારે તેની ખુશીનો પાર જ ન રહ્યો.
શાળાના સંચાલક ભૂપેન્દ્રભાઈ વિઠલાણી દ્વારા ધ્રુવી અને તેના પરિવારને જણાવાયું કે, તે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર ઉર્તીણ થઈ છે. આ સમયે તેના પિતાએ ધ્રુવીને જે કાંઈ પણ કારકીર્દી પસંદ કરે તેમાં સહયોગ કરવાનું જણાવ્યું હતું.
ધ્રુવી પોતાની સફળતા અંગે કહે છે કે, તે ડૉક્ટર બની ગરીબ લોકોનો ઈલાજ કરવા માંગે છે. વિશેષ રૂપે તેણે દીકરીઓને ભણવા અને ભણાવવા માટે અપીલ કરતા કહ્યું હતુ કે, 9 દિવસ નવરાત્રિમાં દેવીઓની પૂજા કરતા માતાપિતાએ 10માં દિવસે પોતાની પુત્રીને આગળ વધારવા અને ભણાવવા સંકલ્પ કરવો જોઈએ.